કહેવાય ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ…. હિરાસર એરપોર્ટમાં મોબાઇલ નેટવર્કના ધાંધિયા: કમિટીની બેઠકમાં તડાફડી મચી


નેટવર્ક ન મળવાથી યાત્રીઓ પરેશાન: કંપનીઓને ટાવર નાખવામાં રસ નથી

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગઈકાલે 21 સપ્ટેમ્બરના એડવાઈઝરી કમિટીની બેઠક મળી હતી. જેમાં દૈનિક હવાઈ સફર કરતા 3000થી વધુ મુસાફરો મોબાઈલ નેટવર્કના અભાવે ભારે મૂશ્ર્કેલી ભોગવી રહ્યાનો પ્રશ્ર્ન સામે આવ્યો હતો. આ ઉપરાંત પિકઅપ અને ડ્રોપ લેન અલગ કરવામાં આવે તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂૂ કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સલાહકાર સમિતિની બેઠક 21 સપ્ટેમ્બરના રાજકોટ લોકસભાના સાંસદ પરષોતમ રૂૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.જેમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ હવાઈ સફર કરતા 3000 થી વધુ મુસાફરોને પડતી મોબાઈલ નેટવર્કની સમસ્યા અંગે તડાફડી બોલી હતી. એરપોર્ટ ટર્મિનલના મોટાભાગના વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ન હોવાને લીધે ફોન કોલ્સ લાગતા નથી.
તાજેતરમાં મોબાઈલ નેટવર્કના ટાવર નાખવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ એક પણ એજન્સી દ્વારા આ ટેન્ડર ભરવામાં ન આવતા હવે નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવશે તેવું જાહેર થયું હતું.
આ સાથે જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ મુંબઈ, દિલ્હી, બેંગલોર, પુના સહિતની ફ્લાઇટ ઉડાન ભરી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂૂ કરવા માટેના પ્રોગ્રેસ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે પેસેન્જર ફ્લાઇટમાં કાર્ગો સર્વિસ શરૂૂ થઈ ગઈ તેને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જાહેર થયું હતું.

રિલેટેડ ન્યૂઝ