સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધતા તપાસનો ધમધમાટ
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના વતની અને હાલ કાંગશિયાળી ગામની સીમમાં શ્રીધર ક્રાફ્ટપેક એલએલપી કારખાનામાં રહેતા 20 વર્ષીય યુવાન કુલદીપ મનસુખભાઇ કારેણાએ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તે અઢી વર્ષથી શ્રીધર ક્રાફટપેક એલ.એલ.પી. કારખાનામાં પ્રોડક્શન સુપરવાયઝર તરીકે નોકરી કરે છે. ગઈ તા.15 ના રોજ તે કારખાને નોકરી પર જતો રહેલ અને મોબાઇલ ફોન ત્યા કારખાને રાખી કામ કરવા લાગેલ હતો. સાંજના આઠ વાગ્યે નોકરી પરથી છુટીને મોબાઇલ લીધેલ હતો.
રાત્રીના સાડા આઠ વાગ્યે બેંક એકાઉન્ટમાંથી રૂ. 5 હજાર કપાત થયાનો મેસેજ આવ્યો હતો. જેથી બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવતા બેંક એકાઉન્ટમાંથી રૂ.5 હજાર, રૂ.40 હાજર, એક રૂપિયો, રૂ. 49,999 અને રૂ. 5 હજાર મળી કુલ રૂ. 1 લાખ ઉપડી ગયાની જાણ થઇ હતી. જેથી સાયબર ચાંચિયાઓએ યુવાનનો મોબાઈલ ફોન હેક કરી અલગ અલગ ટ્રાન્જેકશનથી રૂ. 1 લાખ ઉપાડી લેતા યુવાને શાપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
