સતત બીજા દિવસે છાત્રોની ભૂખ હડતાળ છતા સમસ્યાનું નિરાકરણ નહીં
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી અને સમાજ કલ્યાણ વિભાગ હસ્તકની ડો. બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલય (ખૠ હોસ્ટેલ) ખાતે વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો છે. હોસ્ટેલમાં પીરસવામાં આવતા ભોજનમાં વારંવાર જીવાતો નીકળવાની ગંભીર બાબતને લઈને અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ સતત બીજા દિવસે પણ ભૂખ હડતાળ પર બેઠા છે. વિદ્યાર્થીઓનો ગંભીર આરોપ છે કે છેલ્લા 10 થી 15 દિવસથી જમવામાં અત્યંત નબળી ગુણવત્તાવાળો ખોરાક આપવામાં આવી રહ્યો છે. અઠવાડિયામાં બે વખત ભોજનમાંથી ઈયળો, ધનેડા અને જીવડાં નીકળતાં વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી હતી. સોમવારે સાંજે જમવાનો બહિષ્કાર કરી તમામ વિદ્યાર્થીઓ માત્ર પાણી પીને ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે, જેમને 24 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. સોમવારે રાતના 7 વાગ્યાથી વિદ્યાર્થીઓ બેઠા છે પણ કોઈ સંભાળ લેવા આવ્યું નથી. જ્યાં સુધી આશાપુરા કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ નહીં થાય અને બાંહેધરી નહીં મળે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ અંગેની જાણ થતાં નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ એ.જે. ખાચર દોડી આવ્યા હતા. અને જણાવ્યું હતું કે, છાત્રો દ્વારા દાળ અને જમવામાંથી જીવાત નીકળવાની રજૂઆત મળતાં મેં પોતે જ કોઠાર રૂૂમમાં જઈને દાળ બહાર કાઢીને તપાસ કરી હતી.
આ તપાસ દરમિયાન દાળમાં કોઈ જીવાત મળી આવી ન હતી. ચોમાસાના વાતાવરણમાં લાઇટના કારણે ઉડતાં જીવડાં ડિશ પર પડ્યા હોઈ શકે છે. આવી ઘટના ફરી ન બને તે માટે એક્સપર્ટની સલાહ લઈને જરૂૂરી કાર્યવાહી કરવામાં આવશે.
