ફોર વ્હીલ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાશે
રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી રહી છે, શહેરના અલગ અલગ માર્ગો ઉપર આવેલા મુખ્ય સર્કલો ઉપર ટ્રાફિક નિયંત્રણ કાબુ બહાર જતું હોવાનું અને ટ્રાફિક જામના દ્રશ્ર્યો અવારનવાર સર્જાઈ રહ્યા છે. કોટેચા ચોકમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઇ ફોર વ્હીલ માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે આજે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના અધિકરીઓએ સ્થળ વિઝીટ કરી હતી. કોટેચા ચોકમાં ફોર વ્હીલ માટે રસ્તો બંધ હોય ત્યારે ફોર વ્હીલ સરકતાથી અવર જવર કરી શકે તે માટે સેલ્ફી પોઈન્ટનું સર્કલ રી-ડીઝાઈન કરવાની વિચારણા ચાલી રહી છે.
આ પહેલા પણ રાજકોટના કોટેચા ચોકના સર્કલની રી-ડીઝાઈન કરવામ આવ્યું હતું. એજન્સી દ્વારા સીસીટીવી કેમેરાના આધારે કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ ખાતે વાહનોની અવરજવર તેમજ વાહનોની સંખ્યા અને ક્યા કારણોસર ટ્રાફિક થાય છે. તે સહિતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. પ્રારંભિક ધોરણે આ સર્કલ ઉપર જૂની ડિઝાઈન રદ કરી નવી ડિઝાઈન પ્રમાણે બ્યુટીફીકેશન પણ જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા પણ હલ થાય તે મુજબની નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવશે.
હાલ નિર્મલા કોન્વેન્ટ અને ઇન્દિરા સર્કલ તરફથી આવતા વાહનોને કે.કે.વી અથવા સૌરાષ્ટ્ર હાઇસ્કુલ તરફ જવું હોય તો મહિલા કોલેજ અન્ડર બ્રીજ સુધી લાંબુ થવું પડે છે. સાંજે કોટેચા ચોકમાં ટ્રાફિક જામ થતો હોય ત્યારે તેના ઉકેલ માટે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના અધિકરીઓએ સ્થળ વિઝીટ કરી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી,જેમાં સેલ્ફી પોઈન્ટનું સર્કલ રી-ડીઝાઈન કરવાની વિચારણા પણ કરવામાં આવી છે.
