કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગણપતિ વિસર્જનને લઇને બચાવ ટીમો સજજ

દરેક વિસર્જન સ્થળે 22 તરવૈયા તૈનાત કરાશે

ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શ્રદ્ધાળુઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે રાજકોટમાં તંત્ર દ્વારા વિશેષ સુરક્ષા અને રેસ્ક્યુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આગામી 25 સપ્ટેમ્બર સુધી ગણપતિ વિસર્જનને ધ્યાનમાં રાખીને શહેર અને આસપાસના વિવિધ સ્થળોએ રેસ્ક્યુ ટીમો ખડેપગે રહેશે. વિસર્જન દરમિયાન પાણીમાં કોઈ વ્યક્તિ પ્રવેશ ન કરે તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં કુલ છ જેટલા મહત્વના સ્થળોએ રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવશે. જેમાં રામવન, આજીડેમ ઓવરફ્લો પાસે આવેલા ખાણ નંબર 1 અને 2, ઓવરફ્લો ચેકડેમઆજીડેમ, પાળ ગામમાં જખરાપીરની દરગાહ પાસે, ન્યારા પાટિયા પાસે તેમજ બાલાજી વેફર્સ સામે વાગુદડ પાટિયા જેવા સ્થળોનો સમાવેશ થાય છે. દરેક સ્થળે સુરક્ષા અને બચાવ કામગીરી માટે અંદાજે 20થી 22 જેટલા માણસોનો સ્ટાફ તૈનાત રહેશે. આ ટીમમાં સંબંધિત અધિકારીઓ સહિતના કર્મચારીઓ પણ હાજર રહેશે. કોઈ પણ પ્રકારની કટોકટીની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી શરૂૂ કરી શકાય તે માટે દરેક સ્થળે એક ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. રેસ્ક્યુ ટીમો દ્વારા પાણીમાં અકસ્માતની સંભાવનાને ધ્યાનમાં રાખીને જરૂૂરી સાધનો પણ સ્થળ પર ઉપલબ્ધ રાખવામાં આવશે. જેમાં રેસ્ક્યુ બોટ, લાઈફ જેકેટ, લાઈફ રિંગ, દોરડા સહિતના બચાવ સાધનોનો સમાવેશ થાય છે. આ તમામ સાધનો સાથે ટીમો સતત સતર્ક રહેશે અને જરૂૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરશે.
ગણપતિ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ નિયમો પણ અમલમાં રહેશે. મળતી માહિતી પ્રમાણે, જાહેર જનતા દ્વારા ગણપતિજીની પૂજા કરીને વિસર્જન માટે મૂર્તિ સોંપી શકાશે, પરંતુ પાણીમાં કોઈ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. પાણીમાં પ્રવેશ પર પ્રતિબંધ રાખીને અકસ્માતની શક્યતાઓને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.આ ઉપરાંત, વિસર્જન સ્થળો પર સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રેસ્ક્યુ અને અધિકારીઓની ટીમ ખડેપગે રહેશે. દિવસ દરમિયાન તેમજ સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો વિસર્જન માટે પહોંચતા હોવાથી ટીમો દ્વારા સતત નજર રાખવામાં આવશે.
આ રીતે, 25 સપ્ટેમ્બર સુધી રાજકોટમાં ગણપતિ વિસર્જનને લઈ છ મહત્વના સ્થળોએ અધિકારીઓ, રેસ્ક્યુ ટીમો, ક્રેન અને જરૂૂરી બચાવ સાધનો સાથે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી કરી શકાય તે માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ રહેશે.

રિલેટેડ ન્યૂઝ