મનપા દ્વારા કચરાના પ્રોસેસીંગ માટે રૂા. પર કરોડનું ટેન્ડર બહાર પડાયું

નાકરાવાડી ડમ્પીંગ સાઇટ પર દરરોજ ર600 મેટ્રીક ટન કચરાનું પ્રોસેસીંગ થશે

રાજકોટ શહેરના ઘન કચરા વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઠઘઠ ઈયહહ દ્વારા નાકરાવાડી ડમ્પસાઇટ ખાતે ફ્રેશ તેમજ લેગસી એટલે કે જૂના કચરાના પ્રોસેસિંગ અને તેના નિકાલ માટે ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા ઈ-ટેન્ડરમાં નાકરાવાડી ડમ્પસાઇટ, સર્વે નંબર 222/ઙ, તાલુકો અને જિલ્લો રાજકોટ ખાતે ફ્રેશ અને લેગસી વેસ્ટનું પ્રોસેસિંગ કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં કચરામાંથી છઉઋ, કમ્પોસ્ટ સહિતની સામગ્રીનું નિકાલ તેમજ પ્રોસેસિંગ બાદ બાકી રહેતા ઇનર્ટ મટિરિયલને લેન્ડફિલ સાઇટમાં નિકાલ કરવાની કામગીરી પણ સામેલ છે. આ સમગ્ર કામગીરી માટે ટેન્ડરની અંદાજિત કિંમત રૂૂ. 51 કરોડ 54 લાખ 87 હજાર 500 નક્કી કરવામાં આવી છે. જ્યારે ઊખઉની રકમ રૂૂ. 51 લાખ 54 હજાર 875 અને ઈ-ટેન્ડર ફી રૂૂ. 23 હજાર 500 રાખવામાં આવી છે. કામગીરી પૂર્ણ કરવા માટેનો સમયગાળો 12 મહિના છે, જ્યારે પ્લાન્ટ સેટઅપ માટે 30 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ટેન્ડર મુજબ દરરોજ અંદાજે 2,600 મેટ્રિક ટન કચરાના પ્રોસેસિંગનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. તેમાં અંદાજે 650થી 850 મેટ્રિક ટન ફ્રેશ વેસ્ટ અને 1,950 મેટ્રિક ટન લેગસી વેસ્ટનો સમાવેશ થાય છે. કામગીરી માટે એજન્સીએ જરૂૂરી મશીનરી, વાહનો અને માનવબળની વ્યવસ્થા કરવાની રહેશે. ટેન્ડરમાં ટ્રોમેલ અથવા સમકક્ષ મશીનરી, એક્સકેવેટર, બેકહો લોડર, ડમ્પર, ફ્રન્ટ એન્ડ લોડર અને વોટર ટેન્કર સહિતની મશીનરીની લઘુત્તમ સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. નાકરાવાડી સાઇટ પર નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ ન હોવાથી કામગીરી માટે ડીઝલ જનરેટર સેટ દ્વારા પાવર સપ્લાયની વ્યવસ્થા કરવાની જવાબદારી એજન્સીની રહેશે. ટેન્ડર મુજબ જરૂૂરી મશીનરી અને ઓપરેટિંગ સ્ટાફની સ્થાપના તથા કામગીરી માટેની વ્યવસ્થા પણ એજન્સીએ કરવાની રહેશે. ટેન્ડરની સમયમર્યાદા અંગે વાત કરીએ તો, ઈ-ટેન્ડર દસ્તાવેજો 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર 2026 સુધી ડાઉનલોડ કરી શકાશે. ઓનલાઈન ટેન્ડર સબમિશનની અંતિમ તારીખ 7 ઓક્ટોબર 2026 છે.

રિલેટેડ ન્યૂઝ