રાજકોટમાં એકદંત શરાફી મંડળીનો સંચાલક 7.78 લાખની છેતરપિંડીના ગુનામાં ગિરફ્તાર

ઉંચા વળતરની લાલચ આપી લોકોના નાણાં ઓળવી જઇ બે માસથી નાસ્તો ફરતો હતો

રાજકોટમાં રૈયા રોડ પર સદગુરૂ તિર્થધામમાં આવેલી એકદંત શરાફી મંડળીના સંચાલક નિલેશ જોષી સામે રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી લોકોના નાણાં ઓળવી જવા અંગે જીપીઆઈડી- છેતરપિંડી અંગેના ત્રણ વધુ ગુના નોંધાઈ ચૂકયા છે.જેમાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં આરોપી બે માસથી નાસતો ફરતો હોય પોલીસે મંડળીના સંચાલક નિલેષ જોશીને ઝડપી લઈ જરૂરી કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ,ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એચ.પી.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી.ઝાલા તથા ટીમ તપાસમાં હતી.
દરમિયાન ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા જીપીઆઈડી એકટના ગુનામાં બે માસથી નાસતા ફરતા એકદંત શરાફી મંડળીના સંચાલક નિલેષ રજનીકાંતભાઈ જોશી(રહે. શ્રીજી કૃપા, અલ્કાપુરી સોસાયટી, શેરી નં.5, સદગુરૂ કોમ્પ્લેકસવાળી શેરી રૈયારોડ) ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, એકદંત મંડળીના સંચાલક નિલેષ જોશી સામે અગાઉ ગાંધીગ્રામ પોલીસ મથકમાં મંડળીમાં રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી રોકાણકારોના પૈસા ઓળવી જવા અંગે ત્રણથી વધુ ગુના નોંધાઈ છે.
જેમાં અગાઉ નોંધાયેલા રૂ.7.78 લાખની છેતરપિંડી અને જીપીઆઈડી એકટના ગુનામાં આરોપી ફરાર હતો. પોલીસે એવી અપીલ પણ કરી છે કે, સારા વળતરની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરનાર મંડળી સંચાલકના ભોગ બનનાર અન્ય રોકાણકારો પણ ફરિયાદ કરવા માટે પોલીસનો સંપર્ક કરે.

રિલેટેડ ન્યૂઝ