રાજકોટમાં 8 ચોરાઉ સ્કૂટર સાથે તસ્કર બેલડી ઝડપાઇ

ક્રાઇમ બ્રાંચની ટીમે 8 ગુનાનો ભેદ ઉકેલી 3.95 લાખના વાહનો કબજે

રાજકોટ શહેરમાં મિલક્ત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વાહનચોરી, ઘરફોડ ચોરી અને ચીલઝડપ જેવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ખાસ સૂચના આધારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફૂ.3.95 લાખના આઠ ચોરાઉ વાહન સાથે બે શખ્સોને ઝડપી લઇ વાહનચોરીના 8 વણઉકેલાયેલા ગુનાઓનો એકસાથે ભેદ ઉકેલી નાખ્યો છે. મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, હરસુખભાઈ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા અને અર્જુનભાઈ ડવ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી કે બે શખ્સો ચોરાઉ સ્કુટર સાથે નીકળવાના છે, જેના આધારે ની મદદથી બે શંકાસ્પદ ઇસમોને વિવિધ કંપનીના ચોરાઉ મોટરસાયકલો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં કુંભારવાળા, નારી રોડ, પાણીના અવેડા પાસે રહેતા હસમુખ પ્રસાદભાઈ નિમાવત (ઉં.વ. 38) અને બોટાદના ગઢડાના પાટણા ગામના કુલદીપ જેસીંગભાઈ સીંધવ (ઉં.વ. 27) ની ધરપકડ કરી બન્ને પાસેથી રૂ. 3,85,000ના અલગ-અલગ કંપનીના કુલ 8 દ્વિચક્રી વાહનો કબ્જે કર્યા છે, સુઝુકી એક્સેસ -3 નંગ, હીરો સ્પ્લેન્ડર પ્લસ, હીરો એચ.એફ.ડીલક્સ સહીતના 8 વાહન કબજે કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હસમુખ અને કુલદીપે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 7 અને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વાહન ચોરી કર્યું હતું. આમ, ક્રાઇમ બ્રાન્ચે કુલ 8 ગુનાઓ ડિટેક્ટ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્યા મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પી.આઇ. એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પી.એસ.આઇ. એ.એન. પરમાર સહિત સ્ટાફના રઘુવીરસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, ગોપાલભાઈ પાટીલ અને રવીરાજભાઈ પટગીરે કામગીરી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ