આજથી વિધાનસભા-70માં મનપાનો શહેરી સેવાસેતુ કાર્યક્રમ

નગરજનોને એક જ સ્થળ પર સરકારની યોજનાઓનો લાભ મળશે

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા અને શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાને ધ્યાને લઈ, નગરજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા.24ના રોજ સમય સવારે 9 થી બપોરના 2 કલાક સુધી વિધાનસભા-70 (દક્ષિણ) વિસ્તારમાં વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ, કોઠારીયા મેઇન રોડ ખાતે બારમાં તબક્કાનો સેવા સેતુ શહેરી કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત તા.25ને શુક્રવારના રોજ સંતશ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ, મોરબી રોડ., તા.28ને સોમવાર ના રોજ રણુજા મંદિર, કોઠારીયા ગામ અને તા.01-10- 2026, ગુરુવારના રોજ કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, યુનિ. રોડ. ખાતે યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.નેહલ શુક્લ અને પ્રેરણાદાયી ઉપસ્થિતિ સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા ઉપસ્થિત રહેશે. આ સેવાસેતુ કેમ્પમાં આધાર નોંધણી (18 વર્ષથી વધુ વયજૂથ), આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન અને સુધારા, બાળકોના આધાર કાર્ડ, બસ ક્ધસેશન પાસસીન ીયર સીટીઝન, બસ ક્ધસેશન પાસ-સામાન્ય લોકો માટે, આયુષ્માન પ્રધાનમંત્રી જન, આરોગ્ય યોજના, નમોશ્રી યોજના, હેલ્થ વેલનેસકાર્ડ (ડાયાબીટીસ અને બી.પી.ની ચકાસણી), મેડીકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, જન્મ-મરણ પ્રમાણપત્ર, ટોઇલેટ અરજી, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાય વેરા અરજી, ગુમાસ્તા ધારા, વોટર અને ડ્રેનેજ કનેક્શન, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓનો સ્વીકાર, ઙખ જટઅગશમવશ યોજના, રેશન કાર્ડમાં નામ દાખલ કરવું, રેશન કાર્ડમાં નામ કમી કરવું, રેશન કાર્ડમાં નામ સુધારો કરવો, રેશન કાર્ડ ધારકોના ઈ-કે.વાય.સી., દિવ્યાંગતા પ્રમાણપત્ર, બસ ક્ધસેસનપાસદિવ્યાંગ માટે, ઞઉઈંઉ કાર્ડ રજીસ્ટ્રેશન, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટ જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, ભીમ એપ, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, જનધન યોજનામાં નવું બેંકએકાઉન્ટ, કેશલેસ લીટરેસી(ડીજીટલ ટ્રાન્જેકશન લીટરેસી), સુક્ધયા સમૃદ્ધિ યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટમોચન યોજના), આવકનો દાખલો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ગંગા સ્વરૂૂપા વિધવા સહાય યોજના, કુંવરબાઈનું મામેરું, જાતિ પ્રમાણપત્ર, નોન ક્રિમીયીલર માણપત્ર, કુંવરબાઈનું મામેરું, જાતિ પ્રમાણપત્ર, ફ્રીશીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, ઓનલાઈન અરજી ડો. આંબેડકર આવાસ યોજના, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, શ્રવણ તીર્થ યોજના રજીસ્ટ્રેશન વગેરે યોજનાઓની કામગીરી કરવામાં આવશે તેમજ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પીવાનું પાણી, ઝેરોક્ષ, હેલ્પડેસ્ક, કોર્પોરેટરશ્રીનો દાખલો અને મેડીકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ