રાજકોટના એલોપેથી તબીબોએ વરસોથી સેવેલ એક સ્વપ્ન તાજેતરમાં સાકાર થયુ છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ બ્રાન્ચ હવે પોતાના માલીકીના ઘરમાં કાર્યરત બની છે. સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ ડો. અનિલકુમાર નાયકના વરદ્ હસ્તે તાજેતરમાં રાજકોટમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ આઈ.એમ.એ. હાઉસ-રાજકોટનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. રાજકોટના તબીબીને હવે એક છત હેઠળ વિવિધ સવલતો સાથે સંસ્થાની અનેક પ્રવૃત્તિઓ કરવાની સગવડ ઉભી થઈ છે સાથે સાથે તબીબો પોતાના જ્ઞાનમાં વૃધ્ધી કરી શકે, સમાજ ઉપયોગી અનેક કાર્થો સામૂહિક રીતે હાથ ધરી શકે એ માટે આઈ.એમ.એ. હાઉસ આશીર્વાદ રૂૂપ બની રહેશે. એલોપેથી તબીબોએ હરખ સાથે નવા હાઉસને વધાવ્યુ છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએન- રાજકોટના પ્રમુખ ડો. તેજસ કરમટા અને સેક્રેટરી ડો. બિરજુ મોરીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, નવનિર્મિત આઈ.એમ.એ. હાઉસ દસ હજાર ચો.ફૂટ જગ્યામાં અનેક સવલતો ઉપલબ્ધ છે. અહીં થીયેટર ટાઈમ સીટીંગ વ્યવ્યવસ્થા સાથેનું સ્ટેટ ઓફ આર્ટ ઓડીટોરીયમ છે જેમાં 175 જેટલી પ્રિફીક્સ મોટી એલ.ઈ.ડી. સાથેના બે ટી.વી.. પરફેસ કોલ્બી સાઉન્ડ સિસ્ટમ સાથે ભવનના દરેક ભાગમાં લાઈવ પ્રસારણ માટે કનેક્ટ થઈ શકે એવી સુવિધા ઉપલબ્ધ છે. 3500 ચો. ફૂટનો મલ્ટીપરપસ એ.સી. હોલ છે જેમાં જરૂૂરીયાત પ્રમાણે કનેકટીવીટી ઉપલબ્ધ છે, હોલમાં સ્વતંત્ર સેમીનારો માટે જરૂૂરી તમામ ટેકનોલોજી છે. હોલ સાથે કિચન વગેરે સુવિધા એટેચ છે. ભવનમાં ખાસ વર્કશોપ – સેમીનાર રૂૂમનું નિર્માણ કરવામાં આવ્યુ છે, જેમાં પિલર વગરના રૂૂમમાં એ.વી. કનેકટીવીટી સાથે અદ્યતન ટેકનોલોજી ઉપલબ્ધ છે. આ ઉપરાંત આકર્ષક રીસેપ્શન એરીયા સાથે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટની ઓફિસ, વિવિધ સંલગ્ન એસોસીએશનોની ઓફિસ, તમામ કાર્યો એક જગ્યાએ થઈ શકે એ પ્રકારનું ઓફિસ સેટઅપ ઉભુ કરવામાં આવ્યુ છે. રાજકોટના દીર્ઘદ્રષ્ટા વરિષ્ઠ તબીબોએ આગામી એક બે દસકા બાદનું પણ વિચારી ત્યારના સંજોગોમાં શું જરૂૂરી હશે એ બાબત અત્યારથી યોગ્ય ટેકનોલોજી સાથેનું ભવન સમાજને અર્પણ કર્યુ છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય પ્રમુખ ડો. અનિલકુમાર નાયકે આઈ.એમ.એ. હાઉસ-રાજકોટનું લોકાર્પણ કરતાં કહ્યું કે દેશમાં અનેક સ્થળે આઈ.એમ.એ. હાઉસ બન્યા છે પણ રાજકોટના તબીબોએ વરસોની મહેનત બાદ આ અઘતન સુવિધા સંપન્ન આઈ.એમ.એ. હાઉસનું નિર્માણ કર્યુ છે એ અભિનંદનને પાત્ર છે. તેમણે આ ભવનના લોકાર્પણ સાથે તબીબોને આહવાન કર્યું કે આ ભવનને ધમધમતુ રાખવા, તબીબોએ સંગઠીત બની સતત તબીબોના અને સમાજના ઉત્થાનમાં સહભાગી બનતા રહેવુ. તેમણે આઈ. એમ.એ. હાઉસના નિર્માણમાં તન-મન-ધનથી યોગદાન આપનાર દરેક તબીબોને અભીનંદન પાઠવ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
બધિર મંડળના રાજકોટના 3 સભ્યો 13માં ઓલ ગુજરાત એથ્લેકટસમાં ઝળકયા
સુવર્ણ અને રજન ચંદ્રક મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતઅમદાવાદ દ્વારા યોજાયેલ ગત તા.10... -
આજથી વિધાનસભા-70માં મનપાનો શહેરી સેવાસેતુ કાર્યક્રમ
નગરજનોને એક જ સ્થળ પર સરકારની યોજનાઓનો લાભ મળશે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર... -
17 લાડુ ખાઈ વૃદ્ધે સર્જ્યો ઈતિહાસ: લાડુ સ્પર્ધા સંપન્ન
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના શ્રી ગણપતિ મંગલ મહોત્સવમાં બુધવારે લાડુ જમણ સ્પર્ધાનું...
