રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલની ટીમ રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા રવાના

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટ – 2026 ના ફાઇનલ રાઉન્ડ ના લીગ સ્ટેજ ના મેચો તારીખ 23.09.2026 થી 28.09.2026 દરમિયાન ગાંધીનગર ખાતે રમાડવામાં આવશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટ ના ફાઈનલ રાઉન્ડ માટે ક્વાલીફાઈ થયેલ ટીમો માં જામનગર, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, આણંદ, રાજકોટ, જુનાગઢ, છોટાઉદેપુર,અરાવલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારિકા ડિસ્ટ્રિક્ટ ની ટીમો છે. ક્વાલિફાય થયેલ ટીમો ને 3 ગ્રુપ માં વહેચી ફાઇનલ રાઉન્ડ ના લીગ મેચો રમાસે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ ની ટીમ ના મેચો આવતી કાલે 24.9.26 દેવ ભૂમિ દ્વારિકા સાથે, 26.9.26 ના દિવસે જુનાગઢ સાથ અને 27.9.26 ના દિવસે છોટાઉદેપુર ની ટીમ સાથે રમાસે. જે 3 ગ્રૂપ માં ટોપ કરસે તે ત્રણે ટીમો વચ્ચે સુપર લીગ ના મેચ રમાડી ચેમ્પિયન અને રનર અપ નક્કી કરવામાં આવસે.
રાજકોટ ની ટીમ માં આદિત્યરાજ ચુડાસમા, મોહિત ચૌહાણ (બંને ગોલકીપર) રિતેશ પંડ્યા, અક્ષય લુનાગરીયા, અભિજીતસિંહ ચૌહાણ, જુબેર અહેમદ, પુષ્પરાજસિંહ ગોહિલ, નમ્રકુમાર ભટ્ટી, અંકિત જવલકોટિ, દીપ રાજગોર, યોગેશ ચૌહાણ, દિવ્યારાજસિંહ ઝાલા, જયકિશન કાચા, યતીન મકવાણા, હિતાન્સું ભટ્ટ, અર્ચિત મોદી, કરમજીતસિંહ ભમરાહ, જયેશ ચૌધરી, ઝાઈદ બ્લોચ અને અમન દલ. ટીમ ના હેડ કોચ રણજીતસિંહ સિસોદીયા અને મેનેજર આનંદ મુંડા ની નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, ડી.વી. મહેતા બી. કે. જાડેજા, સેક્રેટરી રોહિત બુંદેલા, જીવનસિંહ બારડ, અમૃતલાલ બૌરાસી, અજય ભટ્ટ, રાજેશ ચૌહાણ, અમિત સિયાળીયા, મનદીપસિંહ બારડ, આશિષ ગુરુંગ, રફેલ ડાભી, શિવરાજસિંહ ચાવડા, રોહિત પંડિત, દીપકરાવ યસવંતે સહિત ના એસોસિએશન ના સભ્યોએ ટીમ ને સુભેચ્છા પાઠવેલ છે.

રિલેટેડ ન્યૂઝ