સોમ-મંગળ બાલાજી મંદિરે ધારાસભ્યનું ભવ્ય આયોજન

સ્વામી નિત્યાસ્વરૂપદાસજી કથાનું રસપાન કરાવશે

રાજકોટવાસીઓના દુ:ખ દૂર કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) ધાર્મિક ઉત્સવોની સાથે સતત સત્સંગની સરવાણી વહેતી રહે છે. જેના ભાગરૂૂપે આગામી તારીખ 28 અને 29 સપ્ટેમ્બર 2026 ના રોજ રાત્રે 9:00 કલાકે મંદિર પરિસરમાં 2360 અને 2361મી ઘરસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે વક્તા તરીકે સ.ગુ. સ્વામી નિત્યસ્વરૂૂપદાસજી ખાસ ઉપસ્થિત રહેશે અને પોતાની સુમધુર વાણીથી ઉપસ્થિત ભક્તોને કથામૃત અને સત્સંગનું રસપાન કરાવશે. જે ધર્મપ્રેમી ભક્તો કોઈ કારણસર રૂબરૂ દર્શનાર્થે આવી શકે તેમ નથી, તેમના માટે આ સમગ્ર મંગલમય કાર્યક્રમનું જીવંત પ્રસારણ (કઈંટઊ) લક્ષ્ય (કફસતવુફ ઝટ), કલ્યાણ, સરધાર કથા (જફમિવફસિફવિંફ) અને આસ્થા (અફતવિંફ) ટેલિવિઝન ચેનલો પર કરવામાં આવશે, જેથી સૌ કોઈ ઘરે બેઠા આ દિવ્ય ઘરસભાનો લાભ લઈ શકે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંદિરના આયોજક મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નિશ્રા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. સંતો દ્વારા સમસ્ત રાજકોટની ધર્મપ્રેમી જનતાને સમયસર પધારીને આ ઘરસભાનું શ્રવણ કરવા તથા બાલાજી દાદાના દિવ્ય દર્શનનો લાભ લઈ જીવન ધન્ય બનાવવા સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ