સરગમ લેડીઝ કલબ ઉપક્રમે ડી.એચ. કોલેજમાં ગોપી રાસનું આયોજન

મેલોડી કલર્સ ઓરક્રેસ્ટ્રનું સંગીત ફોર્મ ભરવાનું શરૂ

સરગમ લેડિઝ કલબે ફરી આ વખતે ધૂમધમાકા સાથે ગોપી રાસોત્સવના આયોજનની જાહેરાત કરી છે. બહેનોના ગરબા માટે ફેવરિટ એવા યાજ્ઞિક રોડ ઉપર આવેલી ધર્મેન્દ્ર કોલેજ ( ડી.એચ.) ના મેદાનમાં નવ દિવસ માટે મોટી સંખ્યામાં બહેનો ઝૂમી ઉઠશે. બધે મોંઘવારીની અસર હોવા છ્તા માત્ર ટોકન ફીમાં જ સિઝન પાસ આપવામાં આવશે.
આ અંગે વિશેષ જાહેરાત કરતાં સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા જણાવ્યુ છે કે, તા. 11/10 થી 20/10 સુધી ડી.એચ.ના મેદાનમાં સુંદર વ્યવસ્થા વચ્ચે ગોપી રાસોત્સવ યોજાશે. આ વખતે પણ સિઝન પાસ માટે ટોકન ફી રાખવામા આવી છે. સરગમ પરિવારના લેડિઝ સભ્ય હોય તેના માત્ર 11 દિવસના ફક્ત 400/- રૂપિયા અને સભ્ય ન હોય તેવા બહેનોના ફક્ત 11 દિવસના સીઝન પાસના 500/- રૂપિયા ફી રાખવામા આવી છે. આ રાસોત્સવમાં સરગમ કલબના સભ્ય ન હોય તેવા રાજકોટના કોઈ પણ બહેનો 15 વર્ષથી ઉપરના જોડાઈ શકે છે. તેમણે જણાવ્યુ છે કે, આ ગોપી રાસોત્સવના ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે. આ ફોર્મ આમ્રપાલી લાઈબ્રેરી – આમ્રપાલી મેઈન રોડ પોલીસ ચોકી ઉપર, મહિલા કોલેજ લાઈબ્રેરી – મહિલા કોલેજ ચોક પોલીસ ચોકી ઉપર, એવરેસ્ટ લાઈબ્રેરી( શાસ્ત્રી મેદાન પાસે એવરેસ્ટ બિલ્ડીંગ – 101 ), કેનાલ રોડ સેન્ટર – દેના બેંક ની બાજુમાં કેનાલ મેઈન રોડ , સરગમ ભવન ( જામટાવર રોડ જી.ટી. શેઠ હોસ્પિટલ પાસે ) અને સરગમ ક્લબ ઓફીસ જાગનાથ મંદિર ચોક ( યાજ્ઞિક રોડ ) ખાતેથી મળી શકશે અને ફોર્મ તથા ફી ત્યાં જ જમા કરાવવાના રહેશે. આ રાસોત્સવમાં રોજેરોજ 20 પ્રિન્સેસ અને વેલડ્રેસ ઇનામો આપવામાં આવશે. ડી.એચ. કોલેજના મેદાનમાં આ રાસોત્સવ માટે સુંદર બેઠક વ્યવસ્થા રાખવામા આવશે અને જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવશે. આ વખતે મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા ઉપરાંત પ્રિયા જોષી, અને નિલેષ પંડ્યા (રાજકોટ) માતાજીનાં ગરબા રજૂ કરશે.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, ભરતભાઇ સોલંકી, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, સુરેશભાઇ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, અનવરભાઇ ઠેબા, મનમોહન પનારા ઉપરાંત લેડિઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, જસુમતિબેન વસાણી, સુધાબેન ભાયા, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, કાશ્મીરાબેન નથવાણી, હેલીબેન ત્રિવેદી, જ્યોતિબેન રાજ્યગુરુ, જયશ્રીબેન સેજપાલ, જ્યોતિબેન ટીલવા, ડો. અલકાબેન ધામેલિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ