નમ્રમુનિ મ.સા.ના પ્રાગટ્ય દિને શનિવારે પશુરોગ નિદાન-સર્જીકલ કેમ્પ યોજાશે

જરૂરિયાતમંદ પશુઓને મળશે નિ:શુલ્ક સારવાર

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુની મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અબોલ જીવોની સેવા, સંરક્ષણ અને તેમના આરોગ્યની કાળજીને કેન્દ્રમાં રાખીને અર્હમ યુવા સેવા ગ્રુપના સહયોગથી તથા કરૂૂણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન-રાજકોટ દ્વારા વિશેષ પશુ રોગ નિદાન સારવાર સર્જીકલ કેમ્પનું આયોજન તા.26 સપ્ટેમ્બર, શનિવારના રોજ સવારે 08:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા સુધી ગાયત્રી ગૌશાળા ટ્રસ્ટ, રાજકોટ-મોરબી હાઈવે, રામ મંદિરની સામે, રતનપર ખાતે કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ દરમિયાન પશુઓ માટે જરૂૂરી વિવિધ આરોગ્ય સેવાઓ નિષ્ણાંત ડોકટરો દ્વારા પૂરી પાડવામાં આવશે. જેમાં પશુઓનું રોગનિદાન, આરોગ્ય તપાસ, સારવાર, જરૂૂરી દવાઓનું વિતરણ, ડિવોર્મિંગ (કીડાની દવા), રસીકરણ તથા જરૂૂરી સર્જરી જેવી સેવાઓનો સમાવેશ થાય છે. જરૂૂરિયાત મુજબ પશુઓની તબીબી તપાસ કરીને યોગ્ય સારવાર આપવામાં આવશે. ગંભીર બીમારી કે ઈજાના કેસોમાં જરૂૂરી સર્જીકલ પ્રક્રિયા અને ઓપરેશન પણ કરવામાં આવશે, જેથી જરૂૂરિયાતમંદ પશુઓને યોગ્ય અને સુરક્ષિત સારવાર મળી શકે. કેમ્પમાં ગાય, બળદ, વાછરડા, ભેંસ, બકરી, ઘેટા, શ્ર્વાન તેમજ અન્ય પશુઓ માટે આરોગ્ય તપાસ અને સારવારની વ્યવસ્થા કરવામાં આવશે. અબોલ પશુઓ પ્રત્યે પ્રેમ, કરુણા અને જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવા તથા જરૂૂરિયાતમંદ પશુઓને સમયસર આરોગ્યસેવા મળી રહે તે હેતુથી આ સેવા કેમ્પ યોજાશે. પશુઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને કેમ્પમાં નિષ્ણાંત પશુચિકિત્સકો દ્વારા તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પનો મુખ્ય હેતુ માત્ર સારવાર પૂરતો મર્યાદિત ન રાખીને પશુપાલકો અને પશુપ્રેમીઓને પશુ આરોગ્ય, સુરક્ષિત સારવાર અને યોગ્ય સંભાળ અંગે માર્ગદર્શન આપવાનો પણ છે. ઘણા પશુઓમાં સમયસર સારવારના અભાવે નાની આરોગ્ય સમસ્યા ગંભીર સ્વરૂૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને ગ્રામ્ય અને ગૌશાળા વિસ્તારોમાં રહેતા પશુઓ માટે નિયમિત આરોગ્ય તપાસ, રસીકરણ, ડિવોર્મિંગ અને સમયસર સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સેવા કેમ્પના માધ્યમથી પશુઓના માલિકો તથા પશુપ્રેમીઓને પોતાના પશુઓના આરોગ્ય અંગે જાગૃત કરવામાં આવશે અને જરૂૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવશે. વધુમાં વધુ લોકો આ સેવા અભિયાનમાં સહભાગી બની પશુ કલ્યાણના આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપે તેવી વિનંતી કરવામાં આવે છે. કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા એનિમલ હેલ્પલાઇનના પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્ર્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠક્કર અને પારસભાઈ મહેતા તેમજ અર્હમ યુવા સેવા ગ્રુપના તમામ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહેશે.

રિલેટેડ ન્યૂઝ