ભારતીય સંસ્કૃતિમાં ભાદરવા સુદ 11, ‘જળઝીલણી’ તથા ‘પાશ્ર્વ પરિવર્તિની’ એકાદશી તરીકે પ્રસિદ્ધ છે. ચાતુર્માસ દરમ્યાન પોઢેલા ભગવાન આજના દિવસે પાશ્ર્વ તરફ પોતાનું પડખું ફેરવે છે. એ નિમિતે આજનો આ અવસર ઉજવવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં ગવાનની કૃપાથી વરસાદ વરસે છે જેથી નદી- નાળા છલકાઈ જતા હોઈ છે તેમજ પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે. ભગવાને કરેલા ઉપકારનું ઋણ વાળવા સૌ ભક્તો આજે જળઝીલણીનો ઉત્સવ ઉજવે છે. આજે ભક્તો ઠાકોરજીનું પૂજન અર્ચન કરી નદી કે તળાવમાં સ્નાન તથા વિહાર કરાવડાવી ભક્તિ અદા કરે છે. જેને જલઝીલણી ઉત્સવ કહેવામાં આવે છે. આ દિવસે સૌ સંતો ભક્તોએ નિર્જળા એકાદશી કરી હતી. રાજકોટ ખાતે કાલાવડ રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સાથે વિઘ્નહર્તા દેવ ગણપતિજીને જળવિહાર કરાવવા માટે સંતો ભક્તોએ વાજતે ગાજતે શોભાયાત્રા દ્વારા મંદિરની પરિક્રમા કરી પ્રમુખસ્વામી સભાગૃહમાં બનાવવામાં આવેલ વિશાળ જળકુંડમાં લઇ જવામાં આવ્યા હતા. આ પર્વે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ઉપસ્થિત રાજકોટના સંતો અને હજારો હરિભક્તો દ્વારા આજના આ એકાદશીના ઉત્સવને ખૂબજ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં સૌપ્રથમ પૂર્વે ઉજવાયેલા જળઝીલણિ ઉત્સવની ઝાંખી બતાવતા વિડિયોનો લાભ પ્રાપ્ત થયો. ગુરુહરિ મહંતસ્વામી મહારાજના જળઝીલણિ ઉત્સવની ઝાંખી નિહાળતા સર્વે હરિભક્તો આ ઉત્સવમાં તરબોળ થયા હતા. અક્ષરકીર્તિ સ્વામીએ ‘ભગવાન મોરી નૈયા પાર લગા દેના’ વિષયક પ્રવચનનો લાભ આપ્યો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટમાં દાદરા ધોવા મુદ્દે કાકા-ભત્રીજા ઉપર વાઘનખ વડે હુમલો
પાણી નીચેના માળે પહોંચતા થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું; ચાર સામે ફરિયાદ રાજકોટ શહેરના બાબરીયા... -
આનંદોત્સવ: રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં નવા IITV અને સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ
સર્જરી દરમિયાન શરીરના અંદરના ભાગોની રિયલ-ટાઇમ ઇમેજની સુવિધાથી સારવાર પ્રક્રિયા બનશે સરળ દર્દીને સમયસર, સચોટ અને... -
રાજકોટમાં પૂર્વ કર્મચારીએ કંપનીનો સિક્રેટ ડેટા ચોરી હરીફ કંપનીઓને 2.05 લાખમાં વેચી માર્યો
કંપનીના ગોપનીય ડેટા અને ટેક્નિકલ ડિઝાઇન છ કંપનીઓને વેંચી દીધાની કબૂલાત શહેરના આજીડેમ વિસ્તાર હેઠળ આવેલ...
