ગત અઠવાડિયે 100 રૂપિયા પાછા લેવાનું ભૂલી ગઇ હોવાનું કહી રૂપિયા પરત લઈ મહિલાએ હોબાળો કર્યાનો આરોપ
શહેરમાં રૈયાધાર મફતીયાપરામાં રિક્ષા લઇ ફેરી કરવા નીકળેલા પિતા-પુત્ર પાસે એક મહિલાએ ગત અઠવાડિયે રૂા.100 પાછા લેવાનુ ભૂલી ગઇ હોવાનુ કહી રૂપિયા પરત લીધા હતા અને બાદમાં હોબાળો કરતા લતાવાસીઓએ ફેરીયા પિતા-પુત્ર ઉપર ધોકા વડે હુમલો કરી રિક્ષામાં તોડફોડ કરી હોવાના આક્ષેપ સાથે પિતા-પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર મફતીયાપરામાં રહેતા મહેશભાઇ ગાડાભાઇ સોલંકી (ઉ.વ53) અને તેનો પુત્ર આનંદભાઇ મહેશભાઇ સોલંકી (ઉ.વ.29) સવારના દસેક વાગ્યાના અરસામા રૈયાધાર મફતીયાપરામાં રિક્ષા લઇ સાબુ-પાવડર અને લીકવીડ સહિતની વસ્તુની ફેરી કરવા ગયા હતા ત્યારે મહિલા સહિતના લતાવાસીઓએ ઝઘડો કરી ધોકા અને પથ્થર વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં પિતા-પુત્ર ફેરી કરવા ગયા હતા ત્યારે એક મહિલાએ ગત અઠવાડિયે રૂા.100 પાછા લેવાનુ ભૂલી ગઇ હોવાનુ કહી રૂપિયા પરત લીધા હતા અને બાદમાં હોબાળો કરતા એકઠા થઇ ગયેલા લતાવાસીઓએ પિતા-પુત્ર ઉપર હુમલો કરી રિક્ષામાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
