ભારતના વડાપ્રધાન મોદીજીના જન્મ દિવસની ઉજવણી અંતર્ગત સેવા મેરા યોગદાન અન્વયે કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ રાજકોટ સંચાલીત વૃદ્ધાશ્રમ મોરબીના વડીલો સાથે આત્મીયતા સભર મુલાકાત લઈને પ્રેમભર્યા વાર્તાલાપ કરવામાં આવેલ અને જીલ્લાના આધિકારીઓના હસ્તે માવતરને સાડી તથા કુર્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબીના નવયુવાન અને ઉત્સાહી કલેક્ટર સ્વનીલ ખરેના માર્ગદર્શન હેઠળ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરસિયા અને જયપાલસિંહ ચૌહાણ સહિત વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી રાજુભાઈ મહેતાની ઉપસ્થિતિમાં યોજાયેલ સેવા મેરા યોગદાન હેઠળ અધિકારીઓના હસ્તે સાડી તથા કુર્તાનું વિતરણ કરીને સન્માનિત કરવામાં આવેલ હતાં.
વૃદ્ધાશ્રમમાં યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન મોરબી જિલ્લાકલેક્ટર નેજા હેઠળ કરવામાં આવેલ અને તમામ વ્યવસ્થા વૃદ્ધાશ્રમના મેનેજર કિરણબા વાઘેલા અને હેતલબેન મહેતા દ્વારા કરવામાં આવેલ તમામ વડીલોને વસ્ત્ર વિતરણ કર્યા બાદ મીઠુ મોઢી કરાવવામાં આવેલ તેમજ કોઈ પણ સરકારી કામ હોય ત્યારે અચુકપણે સંપર્ક કરવા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ અપીલ કરી હતી.
