મુથુટપપ્પાચન ફાઉન્ડેશન, મીશન સ્માઇલના સૌજન્યથી
તુટેલા હોઠવાળી વ્યકિતને લોકો તિરસ્કારની નજરે જોવે છે એ સ્વાભાવિક છે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં મિશન સ્માઇલ અને મુથુટપપ્પાચન ફાઉન્ડેશનના સહયોગથી તારીખ 19 થી રર સપ્ટેમ્બર દરમ્યાન યોજાયેલા ફ્રી સર્જરી કેમ્પમાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના 53 બાળકોની સફળ સર્જરી કરવામાં આવી હતી તુટેલા હોઠ અને તાળવાની સર્જરી થયા બાદ બાળકોના ચહેરા ખીલી ઉઠયા હતા.
આ કેમ્પ દરમ્યાન બહાર ગામથી આવેલા બાળદર્દી અને તેમના પરિવારને રહેવા જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવી હતી. મીશન સ્માઇલ અને મુથુટપપ્પાચન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દેશભરમાં તુટેલા હોઠ અને તાળવાની વિના મુલ્યે સર્જરી કેમ્પ યોજવામાં આવી રહ્યા છે તેમાં રાજકોટની ગોકુલ હોસ્પિટલની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે તેના સંસ્થાપક ડો.પ્રકાશન મોઢા અને હોસ્પિટીલની સંપૂર્ણ ટીમ સંપૂર્ણ સેવા ભાવનાથી આ કાર્યમાં નિ:સ્વાર્થ ભાવે જોડાય છે અને જયારે કોઈ કાર્ય નિ:સ્વાર્થ ભાવે થતું હોય ત્યારે એ જરૂરથી દીપી ઉઠે છે. કેમ્પની સફળતા અંગે ડો.પ્રકાશ મોઢાએ જણાવ્યું હતુ કે સર્જરી બાદ બાળકોના ચહેરા ઉપર આવેલી ખુશી અમોને ઉર્જા પુરી પાડે છે અને વધુ સેવા કાર્યો કરવાની પ્રેરણા આપે છે ગોકુલ હોસ્પિટલ, મિશન સ્માઇલ અને મુથુટપપ્પાચન ફાઉન્ડેશન જરૂરીયાતમંદ દર્દીઓ માટે આ સેવાઓ અવિરત ચાલુ રાખવાની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
