રાજકોટ જિલ્લામાં સેવાસેતુ 2.1નો આરંભ

1.82 લાખથી વધુ લાભાર્થીઓને પપ સરકારી સેવાઓ ઘર આંગણે મળશે

રાજકોટ જિલ્લામાં નાગરિકોને જરૂૂરી સરકારી સેવાઓ તેમના નજીકના સ્થળે સરળતાથી મળી રહે તે હેતુથી નસેવા સેતુ 2.1’ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપલબ્ધ અહેવાલ મુજબ પ્રથમ તબક્કામાં 6 ઓગસ્ટ 2026થી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે વાસ્તવિક સેવા તબક્કો 21 સપ્ટેમ્બર 2026થી 9 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે. આ સમગ્ર આયોજનમાં કુલ 55 સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રાજકોટ જિલ્લામાં કુલ 1,82,626 સેવા-લાભાર્થીઓ માટે સેવા પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.સ્ત્રસેવા સેતુ 2.1’ અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ 71 ક્લસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નગરપાલિકા કક્ષાએ 11 ક્લસ્ટર અને તાલુકા કક્ષાએ 60 ક્લસ્ટરનો સમાવેશ થાય છે.અહેવાલ મુજબ નગરપાલિકા કક્ષાના 11 ક્લસ્ટર દ્વારા કુલ 15,295 સેવાલાભાર્થી ઓ માટે સેવા આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તાલુકા કક્ષાના 60 ક્લસ્ટર દ્વારા 1,67,331 સેવા-લાભાર્થીઓને વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવાનું આયોજન છે.તાલુકા કક્ષાએ ગામોને ક્લસ્ટરમાં સમાવિષ્ટ કરીને કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવ્યું મુજબ ઉપલબ્ધ ક્લસ્ટર આયોજનમાં મુખ્ય 60 ક્લસ્ટર દર્શાવવામાં આવ્યા છે અને કુલ 1,67,331 સેવા-લાભાર્થીઓ માટે સેવા આયોજન કરવામાં આવ્યું છે.આ વ્યવસ્થાના કારણે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવાની જરૂૂરિયાત ઓછી થાય અને સેવાઓ નજીકના સ્થળે ઉપલબ્ધ બને તેવો હેતુ રાખવામાં આવ્યો છે. નગરપાલિકા વિસ્તારોમાં પણ નસેવા સેતુ 2.1’ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ નગરપાલિકા કક્ષાએ કુલ 11 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે.વિવિધ નગરપાલિકાના વોર્ડને ક્લસ્ટર આધારિત રીતે આવરી લઈને કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ માધ્યમથી નગરપાલિકા વિસ્તારના કુલ 15,295 સેવા-લાભાર્થીઓ માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.

રિલેટેડ ન્યૂઝ