મનપા દ્વારા સેવા સંકલ્પ અભિયાન હેઠળ આજે વેલનાથ કોમ્યુનિટી હોલમાં સેવાસેતુ કેમ્પ

વિધાનસભા-70 વિસ્તારમાં સેવા સેતુ કેમ્પ યોજાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે તા.24-09-2026ના રોજ સમય સવારે 09:00 થી બપોરના 2:00 કલાક સુધી વિધાનસભા-70 (દક્ષિણ) વિસ્તારમાં વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ, કોઠારીયા મેઇન રોડ ખાતે બારમાં તબક્કાનો સેવા સેતુ શહેરી કાર્યક્રમ યોજાયો હતો આવતીકાલે શુક્રવારે મોરબી રોડ વેલનાથ કોમ્યુનિટી હોલમાં કેમ્પ યોજાશે. મેયર ડો.નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઇ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સ્થાનિક કોર્પોરેટરઓ, સંગઠનના હોદ્દેદારઓ, – કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં સેવા સેતુ કેમ્પનો લાભ લેવા આવેલ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટ મહાનગર પાલિકાના મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું આ અવસરે વિધાનસભા 70 ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દરેક નાગરિકને પોતાના ઘર આંગણે વિવિધ યોજનોનો લાભ મળે તે માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આવતીકાલે શુક્રવારના રોજ સંતશ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ, મોરબી રોડ અને તા.28-09-2026, સોમવારના રોજ રણુજા મંદિર, કોઠારીયા ગામ અને 1-10-2026, ગુરુવારના રોજ કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, યુનિ. રોડ. ખાતે યોજાશે.

રિલેટેડ ન્યૂઝ