દીકરીનું અવસાન થતા પરિવારે સોનાના ધરેણાં વેચી નવ લાખનું દાન કર્યું

ડૈયર ગામના કાનગડ પરિવારે સમાજને નવો રાહ ચીંધ્યો

સામાન્ય રીતે દીકરો કે દીકરીનું અવસાન થતા પરિવારજનો દ્વારા હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે ક્રિયા કરીને યથાશકિત દાન, દક્ષિણાના કાર્યોકરવામાં આવે છે.ત્યારે ડૈયર ગામના કાનગડ પરિવારે સમાજને નવો રાહ ચીધ્યો છે. દીકરીનું અવસાન થતા પરિવારજનોએ દીકરીના સોનાના ધરેણા વેચીને ધાર્મિક અને સામાજીક સંસ્થામાં નવ લાખ રૂપીયાનું દાન કર્યું છે.
આજના સમયમાં મિલકત માટે સગા ભાઈઓ લડતા ઝઘડતા કોર્ટ કચેરી સુધી પહોંચી જતા હોય છે હોય છે ત્યારે ડૈયર ગામના કાનગડ પરિવારે અનોખું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે તેમના નાની સંતાન સ્વર્ગસ્થ બહેનના સોનાના દાગીના વેચીને તેમના સાસરીયા ગામ વરજાંગ જાળીયા માં જઈને રૂપિયા 9 લાખની માતબર રકમ જુદી જુદી ધાર્મિક સામાજિક સંસ્થાઓમાં અર્પણ કરી. વરજાંગજાળીયા ગામના બાબરીયા આહિર પરિવારના જાનબાઈબેન બાવનજીભાઈ બાબરીયા ને કોઈ સંતાન ન હતું તેમના અવસાન બાદ તેમના સોનાના દાગીના કાનગડ પરિવાર પાસે વર્ષોથી સુરક્ષિત રાખવામાં આવ્યા હતા પરિવારે આ દાગીના વેચીને રૂ 9 લાખ જેવી માતબર રકમ જાનબાઈબેનના આત્માના કલ્યાણ માટે તેમના સાસરીયા પક્ષ ના વરજાંગ જાળીયા ગામે જઈને બાબરીયા પરિવારને મળીને તેમના બેનના કલ્યાણ અર્થે આહિર સમાજની વાડી. સ્વામિનારાયણ મંદિર ગૌશાળા અને સ્મશાન ગ્રહને દાનમાં આપી કાનગડ પરિવારે અન્યોને પ્રેરણા મળે તેવું કાર્ય કરેલ છે કાનગડ પરિવારના આવા મહાન કાર્ય બદલ વરજંગજાળીયાના બાબરીયા પરિવાર ના આગેવાન કમલેશભાઈ બાબરીયાએ આવકાર્યું હતુ.

રિલેટેડ ન્યૂઝ