મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં રાજકોટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
તાજેતરમાં પ્રકાશિત એક અહેવાલમાં ચૂંટણી પંચની આંતરિક કાર્યપદ્ધતિ અને નિર્ણય પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. અહેવાલ મુજબ ચૂંટણી કમિશનના અન્ય બે સભ્યો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી વિવિધ મુદ્દાઓ પર અનેક વખત વાંધા નોંધાવે છે. મતદાર નોંધણી માટેના ઋજ્ઞળિ-6માં ફેરફાર, મતદાર યાદીના ડેટા અને જઈંછ સંબંધિત પ્રક્રિયાઓ સહિત સામે આવતી વિગતોને લઈને ગજઞઈં આ વિરોધ નોંધાવી છે.
એનએસયુઆઈના નેતાના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચ ભારતના લોકતંત્રની અત્યંત મહત્વપૂર્ણ બંધારણીય સંસ્થા છે. જ્યારે પંચની અંદરથી જ મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ અંગે લેખિત વાંધાઓની વિગતો સામે આવે છે, ત્યારે દેશના પારદર્શક અને સ્પષ્ટ જવાબ મળવો જરૂરી છે. મતદાર યાદી અને મતાધિકાર સાથે જોડાયેલી પ્રક્રિયા અંગે કોઈપણ ગંભીર શંકા ઊભી થાય ત્યારે તેની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.
ચૂંટણી પંચ કોઈ વ્યક્તિ કે સત્તાનું નહીં, પરંતુ ભારતના દરેક મતદારના વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી સમગ્ર મામલાની તમામ હકીકતો સમક્ષ પારદર્શક રીતે મૂકવામાં આવે અને અહેવાલને કારણે ઊભા થતા દરેક ગંભીર પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપવામાં આવે તેવી ગજઞઈં માંગ કરી છે. ગુજરાત પ્રદેશ ગજઞઈંની માંગ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પોતાના પદ પરથી રાજીનામું આપે. સાથે જ સમગ્ર મામલાની સ્વતંત્ર અને નિષ્પક્ષ કાયદેસર તપાસ કરવામાં આવે અને કોઈ કાયદાનો ભંગ અથવા ગુનો થયાનું સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે તથા કાયદામાં જોગવાઈ હોય તે પ્રમાણે અટકાયત સહિતની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
