ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના પ્રાગટ્ય દિવસ નિમિત્તે, તેમની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકોના સ્વાસ્થ્યની કાળજી અને સમયસર તબીબી તપાસના હેતુથી નિ:શુલ્ક આઈ-ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેમ્પનું આયોજન 26 સપ્ટેમ્બર, 2026, શનિવારના રોજ એસ. શા. ધર્મજીવનદાસજી સ્વામી ગુરુકુલ હોસ્પિટલ, ધેબર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવશે.
આ સમગ્ર સેવાકીય કાર્ય ધર્મજીવનદાસજી સ્વામી ગુરુકુલ હોસ્પિટલના સહયોગથી શક્ય બન્યું છે. ટાઈપ-1 ડાયાબિટીસ જેને જુવેનાઈલ ડાયાબિટીસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બાળકો અને યુવાનોમાં જોવા મળતો એક એવી સ્થિતિ છે જેમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અને જીવનભર ઇન્સ્યુલિન તથા નિયમિત તબીબી દેખરેખની જરૂૂર રહે છે.
બ્લડ શુગર લાંબા સમય સુધી નિયંત્રણમાં ન રહે તો શરીરના વિવિધ અંગો પર તેની અસર થઈ શકે છે. તેમાં ખાસ કરીને આંખો અને દાંતના સ્વાસ્થ્યની નિયમિત તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા દર વર્ષે ગુરુકુલ હોસ્પિટલના સહયોગથી ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકો માટે નિ:શુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા બાળકોની આંખો અને દાંતની જરૂૂરી તપાસ કરવામાં આવશે તેમજ તપાસના આધારે બાળકો અને વાલીઓને યોગ્ય તબીબી માર્ગદર્શન આપવામાં આવશે.
આ સમગ્ર સેવાકીય કામગીરીને ધર્મજીવનદાસજી સ્વામી ગુરુકુલ હોસ્પિટલનાપ્રવીણભાઈવેકરિયા અને વિપુલભાઈ ટાંક સહિતની નિષ્ણાતડોક્ટર્સની ટીમ તથા સ્ટાફ સભ્યોનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. આ નિ:શુલ્ક આઈ-ડેન્ટલ ચેકઅપ કેમ્પમાં આશરે 700થી વધુ ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકોની આંખો અને દાંતની તપાસ કરવામાં આવનાર છે.
