હોટલ, રેસ્ટોરન્ટ, કાફે, આઈસ્ક્રીમ પાર્લરમાં ફૂડવેસ્ટની ગંદકીનું દુષણ દેખાતા કમિશનર લાલઘૂમ
રાજકોટ શહેરને ચોખ્ખુ ચણાક રાખવા મહાનગરપાલિકા દ્વારા વ્યાપક ઝુંબેશ અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છતાં પણ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. શહેરને ચોખ્ખુ ચણાક બનાવવા મ્યુનિ. કમિશનરે નાઈટ ચેકિંગ કરતા ધંધાર્થીઓ સરપ્રાઈઝ થયા હતાં હોટલ, રેસ્ટોરન્ટ, કાફે, આઈસ્ક્રીમ, પાર્લરમાં ફૂડ વેસ્ટની ગંદકીનું દુષણ દેખાતા મ્યુનિ. કમિશનર લાલઘૂમ થયા હતાં.
રનારા તત્વોને કડક ચેતવણી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા તા. 17 સપ્ટે.થી 17 ઓક્ટોબર, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને વેગ આપવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગત મોડીરાત્રે મહિલા કોલેજ અંડરબ્રિજથી કિસાનપરા ચોક, બાલભવન ચોક તથા રેસકોર્સ રિંગ રોડથી એરપોર્ટ રોડ સુધી સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. તેમણે ખાણી-પીણી સહિતના ધંધાર્થીઓ દ્વારા ડસ્ટબિનની વ્યવસ્થા અને કચરાના યોગ્ય નિકાલની સઘન ચકાસણી કરી સ્વચ્છતા બાબતે બેદરકારી ન દાખવવા કડક સૂચના આપી હતી. આ તકે તેમણે નાગરિકોને પણ જાહેર સ્થળોએ કચરો ન ફેંકીને રાજકોટને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહયોગ આપવા અપીલ કરીને જણાવ્યું હતું કે, સ્વચ્છતા અંગે કોઈપણ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. હોટલ-રેસ્ટોરેન્ટ-કાફે સહિત ખાણીપીણીના કેટલાક ધંધાર્થીઓનું એ કાયમી મોટુ દુષણ છે કે રાત્રે ફૂડ વેસ્ટ જાહેરમાં જ્યા ખુલ્લો પ્લોટ કે ખુલ્લી જગ્યા જોવા મળે ત્યા ફેંકી દેવામા આવે છે. મહાપાલિકાએ ફૂડ વેસ્ટ માટે ખાસ અલગથી ટીપરવાનની સુવિધા આપવા છતા ખાણીપીણીના કેટલાક ધંધાર્થીઓ ટીપરવાનમાં નાખવાની તસ્દી લેતા નથી. આ બાબત જાણી કમિશનર તુષાર સુમેરા ચોંકી ઉઠ્યા હતા. ખાસ કરીને રાત્રિ ફૂડ બજાર, રાત્રે જ ધમધમતી હોય તેવી હોટલરે સ્ટોરેન્ટ-કાફે દ્વારા થતુ આ દુષણને ડામવા માટે જ કમિશનર જાતે રાત્રિ રોનમાં નીકળ્યા હતા. ખાણીપીણીના ધંધાર્થીઓને કડક ચેતવણી આપી હતી કે, ટીપરવાનના બદલે અન્યત્ર ફૂડ વેસ્ટ નાખશો તો પેઢીને સીલ કરી દેવા સુધીના કડક પગલાં લેવામા આવશે.
