આજે પી.ડી. માલવિયા કોલેજમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો

SSCથી ગ્રેજ્યુએટ અને એન્જિનિયરિંગ ડિપ્લોમા સુધીના ઉમેદવારોને રોજગારીની તકો

મદદનીશ નિયામક-રોજગાર, રાજકોટની કચેરી અને પી.ડી. માલવિયા કોલેજ ઓફ કોમર્સ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે 26 સપ્ટેમ્બર, 2026ને શનિવારના રોજ સવારે 9 કલાકે જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન પી.ડી. માલવિયા કોલેજ ઓફ કોમર્સ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાશે.
ભરતીમેળામાં 25થી વધુ ખાનગી એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી લાયકાત ધરાવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી પ્રક્રિયા હાથ ધરશે.
આ ભરતીમેળામાં જજઈ, ઇંજઈ, ઈંઝઈં, ઇઊ/ડિપ્લોમા (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ) તેમજ સ્નાતક (ગ્રેજ્યુએટ) લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વિવિધ જગ્યાઓ ઉપલબ્ધ છે.
વધુ માહિતી માટે ઉમેદવારો મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, 1/3, બહુમાળી ભવન, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે અથવા 0281-2440419 નંબર પર સંપર્ક કરી શકે છે, તેમ મદદનીશ નિયામક (રોજગાર), રાજકોટની યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ