ફાર્માસિસ્ટ્સને સિવિલ સર્જનની હાજરીમાં પ્રોત્સાહિત કરાયા
આજે 25 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ના શુભઅવસર પર રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ હમવમ સામાજિક ઉત્તરાદાયિત્વ નિભાવતા થેલેસેમિયાથી પીડાતા દર્દીઓની સહાય અર્થે બાલભવનના ગેઈટ પાસે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં ફાર્માસિસ્ટ્સ તેમજ અન્ય રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું હતું, જે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે અત્યંત મદદરૂપ સાબિત થશે.
આ વિશેષ પ્રસંગે પી.ડી.યુ. હોસ્પિટલના માનનીય સુપ્રિટેન્ડન્ટ ડો. કમલ ડોડીયા સાહેબે ખાસ ઉપસ્થિત રહીને રક્તદાતાઓ અને તમામ ફાર્માસિસ્ટ્સની ઉત્કૃષ્ટ સેવાકીય કામગીરીને બિરદાવી હતી તથા તેમને સતત સમાજસેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, ધ ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ ફાર્માસિસ્ટ’ અને રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન’ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિવિધ જનજાગૃતિ અભિયાનના કાર્યક્રમોમાં પણ સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો. કમલ ડોડીયા, ડો. હર્ષદ દુશરા(સ્ટોર ઈન્ચાર્જ)તેમજ સિનિયર ફાર્માસિસ્ટ આર.કે.રાઠોડ, ડી.એમ.મેટાલિયા અને વી.સી.શીંગાળા એ ખાસ હાજરી આપીને કાર્યક્રમને શોભાવ્યો હતો અને આરોગ્ય ક્ષેત્રે ફાર્માસિસ્ટ્સના અમૂલ્ય યોગદાનની સરાહના કરી હતી.
