રાજકોટમાં 609 બોટલ દારૂ ભરેલી કાર સાથે મોરબીનો શખ્સ ઝડપાયો

દારૂ અને કાર મળી 6.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી પીસીબી

રાજકોટ શહેર વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નેસ્તનાબૂદ કરવા અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રિજેશ કુમાર ઝા દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પીસીબી ટીમે વધુ એક વખત દારૂની હેરાફેરી અટકાવી છે. મોરબીના શખ્સને રાજકોટમાં દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ઝડપી લીધો છે. જાણવા મળ્યા મુજબ પીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે એક મારૂતી સીયાઝ કારમાં વિદેશી દારૂનો જથ્થો શંકાસ્પદ રીતે લઈ જવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ હકીકત આધારે પીસીબી ટીમે કૃષ્ણનગર શેરી નં.10, રુદ્રાશ કોમ્પ્લેક્ષની સામે રોડ પર વોચ ગોઠવી મારૂતી સીયાઝ કારને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી રૂ.2,42,451ની કિંમતની દારૂની 609 બોટલ મળી આવી હતી.. પોલીસે વિનય રમેશભાઇ મહેતા (રહે. મોરબી, રવાપર રોડ, રંગઘરતી પાર્ક, શુભ હિલ્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.702)ને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલરૂ. 6,42,451નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ