વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સિનર્જી હોસ્પિટલ, રાજકોટ દ્વારા મંગળવારે હૃદયના સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ કાર્યક્રમ

29 સપ્ટેમ્બર, વિશ્વ હૃદય દિવસ (ઠજ્ઞહિમ ઇંયફિિં ઉફુ) નિમિત્તે સિનર્જી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, રાજકોટ દ્વારા નાગરિકોમાં હૃદયના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની ઉજવણીનો મુખ્ય સંદેશ ઊંયયા ઘીિ ઇંયફિિં ઇંયફહવિું છે.
આ કાર્યક્રમનું આયોજન 29 સપ્ટેમ્બર 2026, મંગળવારના રોજ સવારે 6:00 વાગ્યાથી, રાજકોટમાં બાલભવન ગેટ સામે, રેસકોર્સ રિંગ રોડ ખાતે કરવામાં આવશે. હૃદયરોગથી બચવા માટે યોગ્ય આહાર, નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવવા માટે કાર્યક્રમ દરમિયાન વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ અને ડાયેટ, એક્સરસાઇઝ તથા હેલ્થ ટિપ્સ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. નાગરિકોને પોતાના હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે.
સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હૃદયની તંદુરસ્તી જાળવવા માટે સમયસર આરોગ્ય તપાસ, સંતુલિત આહાર, નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને આરોગ્યપ્રદ જીવનશૈલી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉજ્ઞક્ષ’િં ખશતત ફ ઇયફનિાં સંદેશ સાથે લોકોમાં હૃદયની સંભાળ અંગે જાગૃતિ લાવવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુક લોકો એ રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે, તેમજ રજિસ્ટ્રેશન કરાવનાર લોકો ને સિનર્જી હોસ્પિટલ દ્વારા ફ્રી ટી-શર્ટ આપવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ