પંડીત વિચાર મંચ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાઇ
ભારતીય જનસંઘના પ્રખર વિચારક, રાષ્ટ્રનિષ્ઠ નેતા તથા એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં વિવિધ કાર્યક્રમો સાથે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અંતર્ગત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ કેમ્પસમાં સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર મંચના સંયોજક રાજુભાઈ ધ્રુવના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત સૌએ પંડિતજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્ર અને સમાજજીવનમાં રહેલા અમૂલ્ય યોગદાનને ભાવપૂર્વક યાદ કર્યું હતું.આ પ્રસંગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર મંચના સંયોજક રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી માત્ર એક રાજકીય વિચારક નહોતા, પરંતુ રાષ્ટ્રજીવનને નવી દિશા આપનાર દ્રષ્ટા હતા. તેમણે સમાજના અંતિમ માનવીના કલ્યાણને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું ચિંતન કર્યું હતું. આ પ્રસંગે ભાવિકભાઈ અગ્રાવત, મહેન્દ્રભાઈ કંટારિયા, નિશ્ર્ચલભાઈ સંઘવી, અમિતભાઈ, રાજેન્દ્રસિંહ ઝાલા, દિગુભા ઝાલા, લલિત પાલા, જીત મહેતા, પારસ સોલંકી, વૈદ પુરોહિત, શ્ર્યામ કાનગડ, અરમાન કાપડિયા, જેનીલ મુલીયા, દર્શન વીઠલપરા, ઓમ દેવસિંહ પરમાર, તુષાર ચાવડા, યાત્રી સોજીત્રા, જય પાટીલ, હયાઝ સરસિયા, અવંતિકા પુરબીયા, મોહિત બકરાણીયા, જતીન કોચરા સહિત સંસ્થાના સાથી કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.સૌએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી એકાત્મ માનવવાદ, અંત્યોદય અને રાષ્ટ્રસેવાના વિચારોને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
