રાજકોટ: મેડીકલમાં તોડફોડ કરનાર ટોળકી મુંબઈથી ઝડપાઇ

દવા લેવા આવેલી મહિલાને અન્ય કાઉન્ટર પરથી દવા લેવાનું કહેતા નામચીન શખ્સે ધમાલ મચાવી‘તી

શહેરના રૈયા રોડ પર આવેલા હનુમાન મઢી ચોક પાસેના નદેવ પુષ્પ મેડિકલ સ્ટોરથમાં તોડફોડ અને હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. મેડિકલ સ્ટોરના ભાગીદાર પ્રણવભાઈ ધીરજલાલ ઉનડકટે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર રાજકોટમાં કુખ્યાત ગુનેગાર સાજીદ કચરા દવાની ખરીદી કરવા માટે મેડિકલ સ્ટોર પર આવ્યો હતો. તે સમયે કાઉન્ટર પર દવાની લેવડદેવડ ચાલતી હતી અને બાજુના બંધ કાઉન્ટર પર એક મહિલા ગ્રાહક ઉભેલા હતા. સ્ટોરના કર્મચારી રાજેશભાઈ ઉર્ફે વિનુભાઈ સૂચકે તે મહિલાને બીજા કાઉન્ટર પર જવા કહ્યું હતું. જોકે, કુખ્યાત સાજીદ કચરાએ આ વાત પોતાના મન પર લઈ લીધી હતી અને ગેરસમજમાં ઉશ્કેરાઈને મેડિકલ સ્ટોરના સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરુ કરી દીધો હતો. પોતાની દાદાગીરીનો મિજાજ બતાવતા કુખ્યાત સાજીદ કચરાએ સ્ટાફને ધમકી આપતા કહ્યું હતું કે, તમે મને ઓળખો છો? થોડીવાર રોકાઓ, હું હમણાં દસ મિનિટમાં પાછા આવીને તમારું મેડિકલ સ્ટોર બંધ કરાવી દઉં છું. આટલું કહીને તે ત્યાંથી જતો રહ્યો હતો.ત્યારબાદ આશરે દસ જ મિનિટના સમયગાળામાં સાજીદ કચરા પોતાના અન્ય પાંચ અજાણ્યા સાગરીતો સાથે મોટરસાઈકલ પર લાકડાના ધોકા જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યો હતો. તમામ આરોપીઓએ મેડિકલ સ્ટોરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તાંડવ મચાવ્યો હતો અને લાકડાના ધોકા વડે દુકાનમાં રાખેલા કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરા, પ્રિન્ટર તથા ટીવી સહિતની તમામ સાધન-સામગ્રી ભાંગીને ભુક્કો બોલાવી દીધો હતો.હુમલાખોરોએ મેડિકલ સ્ટોરના કર્મચારી રાજેશભાઈ સૂચકના ડાબા હાથે ધોકા વડે માર મારી સામાન્ય ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત, હુમલા વખતે દુકાનમાં હાજર અન્ય કર્મચારીઓને ફોન પરથી પોલીસ કે અન્ય કોઈને જાણ ન કરવા માટે ધમકાવ્યા હતા અને જો કોઈ ફોન કરશે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી ગાળો ભાંડી હતી. સાજીદ કચરા અને તેની ટોળકીએ મેડિકલ સ્ટોરના દરવાજાના કાચ પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં 13 કોમ્પ્યુટર (કિંમત રૂૂ. 2,60,000), 5 સીસીટીવી કેમેરા (કિંમત રૂૂ.20,000), 1 પ્રિન્ટર (કિંમત રૂૂ. 15,000) અને 1 ટીવી (કિંમત રૂૂ. 30,000) મળીને કુલ રૂૂ. 3,25,000નું ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. કુખ્યાત શખ્સ આણી ટોળકીને પોલીસે બાતમીના આધારે આધારે મુંબઈથી ઝડપી લીધી લીધી હતી.

રિલેટેડ ન્યૂઝ