રાજકોટના કુખ્યાત શખ્સ આણી ટોળકીએ 126 વીઘા જમીન પચાવી પાડ્યાનો ચોંકાવનારો ખુલાસો

કૌભાંડની તપાસ માટે ‘સિટ’ની રચના; 4600 ફોન નંબર અને 8 જિલ્લાઓના ખેડૂતોની યાદીની એફએસએલ તપાસ; સાટાખતની ખરાઈ માટે સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી વિગતો મંગાઇ; ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરવા તજવીજ

ખેડૂતોની જમીન પડાવી લેવાના કૌભાંડ અને આ કારસ્તાનને અંજામ આપવા રાજકોટ અને અમદાવાદમાં ચાલતા કોલ સેન્ટરનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં સુત્રધાર અલ્પેશ દોંગાની ઓફિસમાં ચાલતા કોલ સેન્ટરમાં પોલીસે કબજે કરેલ થોકબંધ સાહિત્યની તપાસ શરૂ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અલ્પેશ દોંગા અણી ટોળકીએ 126 વીઘા જમીન પર કબજો કરી લીધાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન 24 દસ્તાવેજ વેરીફાઈ થયા છે. કૌભાંડની તપાસ કરવા સીટની રચના કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં હજુ પણ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે.
સરપદડના ખેડૂતે અલ્પેશ દોંગા અને તેના ખાસ ગણાતા અક્ષિત અકબરી સહિતનાઓ સામે રૂપિયા 1.07 કરોડ પડાવી લીધાની પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ મામલે રૂરલ પોલીસે અલ્પેશ દોંગા અણી ટોળકી દ્વારા ખેડૂતોને લોનના નામે ફસાવી તેમની જમીન પડાવી લેવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને અલ્પેશ દોંગાની 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ઓફિસમાં દરોડો પાડતા આ ઓફિસ તેમજ અમદાવાદમાં ચાલતા કોલ સેન્ટરને પણ ખુલાસો થયો હતો.
પ્રાથમિક તપાસમાં અલ્પેશ દોંગા અને તેના સાથીદારોએ મળી રાજ્યભરના ખેડૂતોને લોનના નામે ફસાવી તેમની જમીન પડાવી લીધી હોવાની વિગતો સામે આવી હતી. જેથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને કારસ્તાન અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ સીટની રચના કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં અલ્પેશ દોંગા અને તેના ખાસ ગણાતા અક્ષિત અકબરીની ઓફિસમાંથી મળેલ દસ્તાવેજમાં અલગ-અલગ ખેડૂતના 24 દસ્તાવેજ વેરીફાઈ થયા છે જેમાં આ ટોળકીએ 126 વીઘા જમીન પર કબજો કરી લીધાનું પણ સામે આવ્યું છે. કોલ સેન્ટરમાંથી કબજે કરાયેલા ચોપડામાંથી 4600 નંબર મળ્યા છે. ઓફિસમાંથી મળી આવેલા સંખ્યાબંધ ખેડૂતોના સાટાખતની ખરાઈ કરવા માટે સબ રજીસ્ટ્રાર કચેરી પાસેથી વિગતો મંગાવવામાં આવી છે અલ્પેશની રિમાન્ડ અરજી નીચેની કોર્ટમાં રદ થતાં કોલ સેન્ટર અંગે તપાસ – કરવા અંગેના મુદ્દા સાથે આ બાબતે – સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી – કરવામાં આવશે. જ્યારે કૌભાંડમાં સામેલ અશ્વિતને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. લોનના નામે ખેડૂતોની જમીન પચાવી પાડવાના કારસ્તાનના સૂત્રધાર અલ્પેશ દોંગા પાસેથી કેટલાક ફાયનાન્સરોએ સસ્તાભાવે જમીન ખરીદી લીધાની વિગતો સામે આવી રહી છે. જે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. સચોટ માહિતી મળ્યા બાદ પોલીસ દ્વારા કૌભાંડી પાસેથી જમીન ખરીદનાર ફાયનાન્સર સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે. અલ્પેશ દોંગા સામે હાલ સુધીમાં જીપીઆઇડી એકટ સહિતની ગંભીર કલમો હેઠળ અલગ અલગ પોલીસ મથકમાં 14 જેટલા ગુના દાખલ થયા છે. ત્યારે રૂરલ પોલીસની સાથે શહેર ક્રાઇમ ડિસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીએસઆઈ સી.બી.જાડેજા અને ટીમે પણ તપાસમાં ઝંપાલવ્યું છે. અલ્પેશની ઓફિસેથી મેળવેલ દસ્તાવેજ અને ગુનાના આધારે તપાસ કરતાં બે ખેડૂતના દસ્તાવેજ વેરીફાઈ થયાં છે. આ ઉપરાંત અન્ય સાટાખત અને 7/12 ના આધારે સબ રજીસ્ટ્રાર કચેરી પાસે વિગત મંગાવામાં આવી છે. જેમાં હાલ સુધીમાં 150 થી વધુ ખેડૂતો ભોગ બન્યાની આશંકા છે. ઉપરાંત ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી અંગે પણ સજ્જડ પુરાવા સાથે ગુના દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ