રાજકોટમાં જીવલેણ બનતો રોગચાળો આધેડને કમળો ભરખી ગયો

મનપાના ચોપડે એક પણ કમળાનો કેસ નહિ; તંત્રની કામગીરી ઉપર ઉઠતા સવાલ
રાજકોટ શહેરમાં મનપાના ચોપડે કમળાનો એક પણ કેસ નોંધાયો નથી ત્યારે મારૂતીનગરના આધેડનું કમળાની બમારી સબબ મોત નીપજ્યાની ઘટના પ્રકાશમાં આવતા તંત્રની કામગીરી ઉપર સવાલ ઊઠ્યા છે. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા મારૂતિનગરમાં રહેતા જેન્તીભાઈ શામજીભાઈ નામના 53 વર્ષના આધેડને કમળાની બીમારી સબબ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આધેડનું કમળાની બીમારી સબબ મોત નીપજ્યુ છે. છતાં મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા રોગચાળાના લીસ્ટમાં કમળાનો એક પણ કેસ નોંધાયો નથી. જેથી તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે.

રિલેટેડ ન્યૂઝ