બુધથી રવિવાર સુધી જલ્સો
સરગમ ક્લબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ માં તા.30/09ને બુધવાર નાં રોજ 5:30 કલાકે મુકેશ ફેન ક્લબ દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે, તેમજ તા. 01/10 ગુરુવાર નાં રોજ 5:30 કલાકે મોજ રાસ ગરબા દ્રારા સંગીત સંધ્યાનું તા. 02/10 શુક્રવાર નાં રોજ 5:30 કલાકે હાર્મની મ્યૂઝિકલ ગ્રુપ દ્રારા તેમજ તા. 03/10 શનિવાર નાં રોજ 5:30 કલાકે વન મેન શો દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત તા. 04/10 રવિવાર નાં રોજ 5:30 કલાકે વન મેન શો દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. સરગમ કલબના ઇવનિંગ પોસ્ટના સભ્યોએ આઇકાર્ડ ઉપર પ્રવેશ મળશે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્ટનાં ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, સહ ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશભાઈ સોંલકી, મનસુખભાઇ એમ. વાઘેચા, બિનાબેન જે. બજાજ, દીપકભાઈ પરમાર, સુરેશચંદ્ર વ્યાસ તેમજ ડો. અસિતબઈ ભટ્ટ વગેર જહેમત ઉઠાવી રહ્યા છે.
