સરગમ ક્લબ અને મા કૃપા ફાઉન્ડેશન (લંડન)ના સયુંકત ઉપક્રમે દિવ્યાંગો માટે ત્રિ-દિવસીય જયપુર ફૂટ કેમ્પ

દર્દીઓએ તા.01/10 ના રોજ સીધા સ્થળ પર પહોચવું

સાસ્કૃતિક,સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને મા કૃપા ફાઉન્ડેશન(લંડન) અને કમાણી ફાઉન્ડેશનનાં સયુંકત ઉપક્રમે તા.01/10/26 ગુરુવાર થી 03/10/26 ના રોજ આ જયપુર કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાના ફોટોવાળુ સરકાર માન્ય ઓળખપત્ર આધારકાર્ડ અને ડોક્ટરનું વિકલાંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે.આ કેમ્પ તા.01/10 થી 03/10 સુધી એપ્રિલ માસ નાં રોજ યોજાશે. જેની ખાસ નોંધ લેવી.
લોકોને તા 01/10 ગુરુવાર ના રોજ સવારે 8/00 કલાકે ખાસ સરગમ ભવન,જામટાવર રોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં, રાજકોટ. ફોન નં.0281-2457168 ખાતે દર્દીઓએ રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત જે લોકો અગાઉ સાધનો લઈ ગયા છે. અને તેઓને રીપેરીંગ કરાવવાનું હોઈ તેઓએ પણ તા.01/10/26ના રોજ સવારે 8/00 ખાસ ઉપસ્થિત રહેવું.
આ કેમ્પમાં અમોને મુખ્ય સહયોગ મા કૃપા ફાઉન્ડેશન (લંડન) ટ્રસ્ટી જયંતીભાઈ ખંગ્રામ, રશ્મીભાઈ શાહ, બ્રિજેશભાઈ મોદી નો સહયોગ મળેલ છે.
આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને મા કૃપા ફાઉન્ડેશન (લંડન) ટ્રસ્ટી જયંતીભાઈ ખંગ્રામ, તથા કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણી જહેમત ઉઠાવે રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ