પાણી બચાવવાના નારા સાથે વોર્ડ નં.15માં લાખો લીટર પાણીનો વેડફાટ

શહેરના જાગૃત નાગરિક, સમાજ સેવક, લોકસંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા ની યાદી મુજબ રાજકોટમાં હવે વરસાદ ન આવે અને નર્મદાનીરના ધાંધિયા સર્જાય તો રાજકોટમાં હાલના ડેમોના પાણીના જથ્થા મુજબ વીસ મિનિટ પાણી વિતરણ કરવા માટે મુશ્ર્કેલી સર્જાય તેમ છે. હાલ શહેરમાં વખતો વખત મેઇન્ટેનન્સ, લાઈન રીપેરીંગ, અપૂરતો નર્મદા જથ્થો, પાણીના ટાંકા સફાઈના બહાના હેઠળ આડકતરો પાણી કાપ ચાલી રહ્યો છે. ચૂંટણીઓ સમયે શહેરમાં 24 કલાક પાણી વિતરણના સપનાઓ બતાવી હથેળીમાં ચાંદ બતાવનાર નર્મદા નિરના નામે રાજકીય ોટલા શેકનારા હાલ તો 20 મિનિટ પાણી આપવા માટે મહાનગરપાલિકા નું તંત્ર સક્ષમ નથી. રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન કચેરીના તાબા હેઠળ આવતા અને ઇસ્ટ ઝોન કચેરીથી 500 મીટરના અંતરે અને વોર્ડ ઓફિસ ની નજીક વોર્ડ નંબર 15 માં થોરાળા પોલીસ સ્ટેશનની બાજુમાં મહિનાઓથી પાણીનો વેડફાટ થતો હતો. અધિકારીઓની ધૃતરાષ્ટ્ર નીતિના પગલે લાખો લીટર પાણી જતું રહેલ ભૂતકાળમાં પાણી બગાડનારા શહેરીજનોમાં ફળિયા ધોનારા વાહન ધોનારાને મહાનગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આ લાખો લીટર પાણીનો જે વેડફાટ થયો છે મહા મોંઘુ નર્મદાનું નિર તંત્ર વાહકોની ઘોર બેદરકારી અને લાપરવાહીના પગલે વ્યય થયો હોય તો જવાબદારો સામે પણ દંડનીય કાર્યવાહી થવી જોઈએ.

રિલેટેડ ન્યૂઝ