દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં નિરાધાર, નિ:સંતાન, તરછોડાયેલાવૃદ્ધો, જિંદગીના પાછળના દિવસો આનંદથી પસાર કરે છે : વડીલો માટે રહેવા-જમવા, દેવ-દર્શન સહિતની સુવિધાઓ
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નાના એવા ઢોલરા ગામમાં કાર્યરત સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત મતી રૂૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી વૃદ્ધાશ્રમ દીકરા નું ઘર તેની વડીલ વંદના અને શ્રવણરૂૂપી અવિરત સેવા યાત્રાના 28 વર્ષ પૂર્ણ કરી 29 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. દીકરા નું ઘર વૃદ્ધાશ્રમની સુદીર્ઘ સેવા યાત્રાની સમગ્ર સફરની માહિતી આપતા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મુકેશ દોશી, મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદરોજા, પ્રતાપભાઈ પટેલ, વલ્લભભાઈ સતાણી, ડો. નિદત બારોટ, ધીરુભાઈ રોકડ, વસંતભાઈ ગાદેશાએ જણાવ્યું છે કે બરાબર આજથી 28 વર્ષ પહેલા આંગળીને વેઢે ગણી શકાય એવા ઉત્સાહી,તરવરીયા, સમર્પિત અને સમાજ માટે કંઈક કરી ચૂકવવાની ભાવના ધરાવતા યુવાનોએ સમાજને કંઈક નવું ભેટ આપવાના શુભાશયથી રાજકોટ થી 14 કિલોમીટર દૂર ગોંડલ રોડ પર આવેલ ધરતીપુત્રોના ઐતિહાસિક ઢોલરા ગામમાં ભારત ભામાશા પૂજ્ય દીપચંદભાઈ ગારડી, નિવૃત શિક્ષક સ્વ.ઉર્મિલાબેન રામેશ્ર્વરભાઈ શુકલ અને પૂર્ણિમાબેન સુધીરભાઈ જોશીના દાનથી શરૂૂઆત કરીને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની સ્થાપના કરી હતી. વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી પરંતુ સમાજની વરવી વાસ્તવિકતા નો સ્વીકાર કરીને સ્થાપના કરેલ અને આ કળિયુગી સમયમાં સંતાનોથી દુભાયેલા, તરછોડાયેલા નિરાધાર નિ:સંતાન માવતરો માતા-પિતા પોતાની પાછળથી જિંદગી આનંદથી પસાર કરી રહ્યા છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી આપતા સંસ્થાના અનુપમ દોશી, નલિન તન્ના, સુનિલ વોરા, હસુભાઈ રાછ અને કિરીટ આદરોજા જણાવે છે કે ત્રણ એકર જમીનમાં પથરાયેલ વૃદ્ધાશ્રમ હીં પરંતુ આનંદ આશ્રમ કહી શકાય તેવા અલ્ટ્રા મોડર્ન ફેસીલીટી ધરાવતા રહેવા માટે અત્યંત સાધન સુવિધાથી સજ ભવ્ય રૂૂમો, વિશાળ ભોજન ખંડ, ઓડિટોરિયમ, દેવ દર્શન માટે શિવમંદિર, ગણપતિ મંદિર, ધ્યાન કુટીર, ભારત માતા મંદિર, ગૃહપતિ નિવાસ, આઈસીયુ સેન્ટર,ગાર્ડન, રિસેપ્શન રૂૂમ, શ્રવણની પ્રતિકૃતિ વાળો આકર્ષક પ્રવેશદ્વાર, સ્ટાફ ક્વાર્ટર, ગેસ્ટ રૂૂમ, રમત ગમતનું મેદાન, ફોટો ગેલેરી, એમ્બ્યુલન્સ વાહન, ડિસ્પેન્સરી સહિતની તમામ સુવિધાઓ વડીલ માવતરોના આનંદદાયક અને આરામદાયક જીવન નિર્વાહ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. સંસ્થામાં પ્રવેશ મેળવનાર વડીલો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તમામને વિનામૂલ્યે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે.
