પ્લાઝમાં નેનો મટિરિયલ અંગે ડો. બાલાનું સંશોધકોને માર્ગ દર્શન
વૈજ્ઞાનિક માનસ ઘડતર તથા સંશોધન અભિરુચિ જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના ભૌતિકશાસ્ત્ર વિભાગ તથા વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતી ગુજરાત પ્રાંત)ના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન યાત્રા 3.0’ નામની પંદર દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન તા. 21 સપ્ટેમ્બરથી 09 ઓક્ટોબર, દરમિયાન કરવામાં આવ્યું છે. વિજ્ઞાનની આ યાત્રાનાં પાંચમાં દિવસે પ્લાઝમા અનુસંધાન સંસ્થાન (ઈંઙછ), ગાંધીનગરના સાયન્ટિફિક ઓફિસર તરીકે ફરજ બજાવતાં સાયન્ટિસ્ટ ડો. સી. બાલાસુબ્રમણ્યમનાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. બાલા એ ‘થર્મલ પ્લાઝ્મા: નેનોમટીરિયલ પ્રોસેસિંગ માટેની એક બહુમુખી પ્રક્રિયા’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. વ્યાખ્યાનમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ, સંશોધકો, અધ્યાપકો તથા વિજ્ઞાનપ્રેમીઓ ઓનલાઈન તેમજ ઓફલાઈન માધ્યમથી જોડાયા હતા. આજના વ્યાખ્યાનના વક્તા ડો. સી. બાલાસુબ્રમણ્યમ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ, ગાંધીનગર ખાતે સાયન્ટિફિક ઓફિસર તરીકે કાર્યરત છે. તેમણે યુનિવર્સિટી ઑફ પુણેમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ પ્લાઝમા વિજ્ઞાન અને નેનોમટિરિયલ્સના ક્ષેત્રમાં સંશોધન કરે છે. તેમના સંશોધનના મુખ્ય વિષયોમાં પ્લાઝમાની મદદથી નેનોમટિરિયલ્સનું નિર્માણ, ઔદ્યોગિક ઉપયોગ માટે નેનોમટિરિયલ્સનું સંશ્ર્લેષણ અને અદ્યતન તકનીકો દ્વારા તેમનો અભ્યાસ સામેલ છે. તેમના નામે 69 સંશોધનપત્રો પ્રકાશિત થયાં છે અને તેમને નેનોસાયન્સ ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધનપત્ર માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. મુખ્ય વક્તા ડો. સી. બાલાસુબ્રમણ્યમ, સાયન્ટિફિક ઓફિસર, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ, ગાંધીનગર દ્વારા નેનોમટીરિયલ્સ બનાવવાની પદ્ધતિઓ વિષય પર રસપ્રદ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
