વિજેતાઓને રોકડ ઈનામ, શિલ્ડ એનાયત કરાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાળકો અને યુવા ખેલાડીઓમાં ચેસ મત પ્રત્યે રસ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે તા.27/ 09/2026, રવિવારના રોજ સવારે 8:00 કલાકે “કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં “ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર ડો. નેહલ શુક્લના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા અને ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેયરએ બાળકો સાથે ચેસ રમીને વિધિવતરીતે સ્પર્ધાનો શુભારંભકરાવ્યો હતો. આ સ્પર્ધામાં 03 થી 11 વર્ષ (યુ-11)ની કેટેગરીમાં 241 તથા 11 થી 16 વર્ષ (યુ-16) કેટેગરીમાં 292 બાળકો એમ કુલ 533 સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ અવસરે માન. મેયર ડો. નેહલ શુક્લએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં એમ કહ્યું હતું કે, બાળપણ એ શીખવાનો સુવર્ણ કાળ છે. યુ-11 કેટેગરીમાં મન્નત એસ. હિરાણી પ્રથમ, મૌલિક કે. પરમાર દ્વિતીય, વિવાન સી. પટેલ તૃતીય, જાનાણી રિયાન સંદીપ ચોથા ક્રમે અને અર્યાજ બીનાય પરસાણા પાંચમાં ક્રમે અને ઞ-16 કેટેગરીમાં શ્રેયાંશ એમ. મહેતા પ્રથમ, હેરીન આર. પટેલ દ્વિતીય, કિયાન કે. પટેલ તૃતીય, કંડિયા અદ્વૈત એમ. ચોથા ક્રમે અને મિલીન એમ. મયાત્રા પાંચમાં ક્રમે વિજેતા થયા હતાં. વિજેતાઓને નીચેની વિગતે પુરષ્કાર અને શિલ્ડ એનાયત કરવામાં આવેલ હતા.
