વેપાર-ઉધોગકારોને સ્વૈચ્છિક જોડાવવા ચેમ્બરનું એલાન
સરકારએ ડિઝીટલ ઈન્ડિયા, ડિઝીટલ પેમેન્ટ, ઞઙઈં અને કેશ લેશ ઈકોનોમીને પોત્સાહન આપવામાં નોંધપાત્ર કામગીરી કરી છે. ઞઙઈં આજે નાના વેપારીઓ, રિટેલ દુકાનો રેસ્ટોરન્ટ, મેડિકલ સ્ટોર, સર્વિસ સેન્ટર, ટ્રન્સપોર્ટ સેવા વિગેરે સહિતના અનેક વ્યવસાયોમાં દૈનિક વ્યવહારોમાં મહત્વપુર્ણ હિસ્સો બની ગયું છે. ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ નોટીફિકેશન મુજબ આગામી તા 15 મી ઓકટોબર 2026 થી રૂૂા.2000/- થી વધુની ચોકકસ ઙયતિજ્ઞક્ષ જ્ઞિં ખયભિવફક્ષિં (ઙ2ખ) ઞઙઈં ટ્રાન્ઝેક્શન ઉપર 0.4% ખયભિવફક્ષિં ઉશતભજ્ઞીક્ષિં છફયિં (ખઉછ) ચાર્જીસ વસુલવાનું જાહેર કરેલ છે. જેના કારણે વેપારીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહેશે. તેમજ નાના વેપારીઓ અને માઈક્રો તથા સ્મોલ બિઝનેશ સામાન્ય રીતે મર્યાદિત નફાના માર્જીન ઉપર વ્યવસાય કરતા હોય છે. તેવામાં આવા વધારાના ટ્રાન્ઝેકશન ચાર્જીસ વસુલવો તે અયોગ્ય છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અગાઉ પણ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન, રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ સંસદ સભ્ય પરષોતમભાઈ રૂૂપાલા સમક્ષ આ અંગે રજૂઆત કરી ઞઙઈં ટ્રાન્ઝેશકશ ઉપર 0.4% ખઉછ પાછો ખેંચવા રજુઆત કરવામાં આવેલ હતી. તા.28ના રોજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શહેરના વિવિધ સેક્ટરના તમામ એસોસીએશનોના પ્રતિનિધિઓ સાથે ઓનલાઈન મિટીંગ યોજીને રૂૂા 2000/- થી વધુના ઞઙઈં ટ્રા-એકશન ઉપર 0.4% ખઉછ નિયમની અમલવારીથી આવનારા દિવસોમાં વેપારીઓને જે પારાવાર મુશ્ર્કેલીઓ પડનાર છે તે અંગે તમામ એસોસીએશનોના મંતવ્યો જાણીને વિગતવાર ચર્ચા- વિચારણા કરવામાં હતી અને સૌનો એક જસુર રહેલ કે આગામી તા.02-10-2026 ના રોજ તમામ વેપારીઓએ ગજ્ઞ ઞઙઈં ઉફુ નો અમલ કરવા અને ઞઙઈં થી કોઈપણ જાતની લેવડ-દેવડ ન કરવાનું સર્વાનુમતે નકિક કરેલ છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વેપાર- ઉદ્યોગકારોના પ્રશ્ર્નોને વાચા આપવા માટે હર હંમેશ અગ્રેસર રહે છે અને યોગ્ય નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરે છે.
