ઈન્ડિગો એરલાઈન્સના પાઈલોટે પરસ્ત્રી સાથેના અનૈતિક સબંધના કારણે પત્નીને આપી યાતના

રાજકોટમાં રિસામણે બેઠેલી પરિણીતાએ અમદાવાદ સ્થિત પતિ અને સાસુ સામે નીંધવી ફરિયાદ

રાજકોટના અક્ષર માર્ગ પર આવેલી શિવધારા ચિત્રકૂટ ધામ સોસાયટીમાં રહેતા 37 વર્ષીય કિંજલબેન સોલંકી નામના મહિલાએ પોતાના ઈન્ડિગો એરલાઈન્સના પાઈલોટ પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અંગે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમના લગ્ન અમદાવાદ ખાતે રહેતા અનિકેતસિંહ સોલંકી સાથે થયા હતા, જેઓ જાણીતી ’ઈન્ડિગો એરલાઈન્સ’માં પાઈલોટ તરીકે ફરજ બજાવે છે. લગ્નજીવન દરમિયાન પતિ અનિકેતસિંહને અન્ય એક સ્ત્રી સાથે અનૈતિક સંબંધો હોવાની જાણ થતાં કિંજલબેને તેનો વિરોધ કર્યો હતો. આ બાબતે પતિ અવારનવાર ઝઘડાઓ કરી કિંજલબેન સાથે ગાળાગાળી કરીને મારઝૂડ કરતા હતા. કિંજલબેનના સાસુ ભારતીબેન (ઉં.વ.65) પણ પુત્ર અનિકેતસિંહને વહુ વિરુદ્ધ સતત ચઢામણી કરતા હતા. સાસુની ઉશ્કેરણીના કારણે પતિ અવારનવાર નાની-નાની બાબતોમાં વિવાદ ઊભો કરીને કિંજલબેનને માનસિક તેમજ શારીરિક યાતનાઓ આપતા પરિણીતાએ કંટાળીને પોતાના પિયર રાજકોટ આવી કાયદાકીય રસ્તો અપનાવ્યો હતો અને પોલીસ મથકે ન્યાય માટે ધા નાખી હતી.
રાજકોટ મહિલા પોલીસે પોલીસે ઈન્ડિગોના પાઈલોટ પતિ અનિકેતસિંહ પ્રવિણસિંહ સોલંકી અને સાસુ ભારતીબેન સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ