રાજકોટ શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક જિંદગી ધબકારા ચૂકી ગઇ છે. જેમાં પોપટપરામાં રહેતા આધેડનું હાર્ટએટેકથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પોપટપરા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ વાટીકા ગેઇટ નં.1માં રહેતા વિનોદભાઈ દેવજીભાઈ લીબડ નામના 55 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. મૃતક આધેડ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના અને અપરિણીત હતા. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
