રીબડા બસ સ્ટેશન નજીક મીની ટ્રકે રીક્ષાને ઠોકર મારતા ચાલકનું મોત

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર રીબડા બસ સ્ટેન્ડ નજીક મખ્વાર અકસ્માત સર્જાયો હતો. રિક્ષાચાલક નાનજીભાઈ રીબડાથી શાપર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન પાછળથી આવી રહેલી સુપર કેરીએ તેમની ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારતા ઓટોરિક્ષા રોડ પરથી નીચે ઊતરીને પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં 56 વર્ષીય નાનજીભાઈને પગ, ખભા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શાપર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ