વોર્ડ નં. 7 માં રસ્તો બન્યો ખખડધજ : અકસ્માતની ભીતિ

કોંગ્રેસ મહામંત્રીની મ્યુનિ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી અને વોર્ડ નં.7ના પૂર્વ પ્રભારી હબીબભાઇ ગનીબાપુ કટારીયાએ મ્યુનિ.કમિશનરને ખખડધજ રસ્તાને લઇ રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયુ હતુ કે, સદર બજારમાં આવેલ મુખ્ય રોડ જે ક્ધયાછાત્રાલય થી લઈને ભીલવાસ મેઈન રોડ તથા ખાટકીવાસ મેઈન રોડ, અકિલા પ્રેસ, ગવલીવાડ સુધી જે રોડ ઉપર અગાઉ પાણી અને ડ્રેનેજની મોટી લાઈન નાખેલ છે જેમાં હાલ મેટલીંગ કે ડામર કરેલ નથી. જેથી આ રોડ ઉપર મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થતા હોય અને રોડ ન બનેલ હોય, રાહદારીઓને અને મોટી ઉમરના લોકોને તથા સ્કૂલે જતા નાના-મોટા બાળકોને ખૂબ જ અસર પડે છે. હાલ રોડની હાલત એકદમ ખરાબ છે, અણીવાળા પાણાઓ ઉડીને મોટરસાઈકલમાંથી લોકોને વાગે છે. ત્યાં લોકોને પસાર થવાનું પણ ખૂબ જ મુશ્ર્કેલી છે. ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી. જેમાં નાના-મોટા અનેક અકસ્માતો પણ થયેલ છે. હાલમાં ભીલવાસ ચોકમાં મોટી ગરબીનું આયોજન કરે છે. ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં અવર-જવર થતી હોય અને ગરબી રમતી બાળાઓ અને શ્રધ્ધાળુઓને મુશ્ર્કેલી ન પડે તેથી તાત્કાલિક રોડ તથા સીસી રોડ કરવા લતાવાસીઓની લાગણી અને માંગણી છે.

રિલેટેડ ન્યૂઝ