કલેકટર અને NHAIને આવેદન અપાયું
રાજકોટ, કોટડાસાંગાણી અને ગોંડલ પંથકના ગામોમાંથી પસાર થનારા પ્રસ્તાવિત 6-લેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ (ગઇં-27) પ્રોજેક્ટ સામે સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક પ્રજા દ્વારા જિલ્લા કલેક્ટર, ગઇંઅઈંના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારીને એક આક્રમક સત્તાવાર આવેદનપત્ર પાઠવીને પ્રોજેક્ટને ’એક્સેસ કંટ્રોલ’ બનાવવાની નીતિ સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આવેદનપત્રમાં ગ્રામજનોએ આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ’વિકાસ’ ના નામે સ્થાનિક પ્રજા પર ’વિનાશ’ થોપવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડને ‘અભભયતત ઈજ્ઞક્ષિિંજ્ઞહહયમ ઋફભશહશિું‘ તરીકે મંજૂર કરવામાં આવ્યો છે, જેનો અર્થ એ થાય કે રોડની બંને બાજુ ઊંચી દીવાલો ચણી દેવાશે. પરિણામે, સ્થાનિક ખેડૂત પોતાનું ટ્રેક્ટર, બાઈકચાલક કે સામાન્ય નાગરિક આ રસ્તા પર ચડી જ શકશે નહીં. સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ રસ્તો માત્ર અમીરો અને ઉદ્યોગપતિઓની લક્ઝરી કારો માટે જ બનતો હોય અને સ્થાનિકોને માત્ર ધૂળ-ઘોંઘાટ જ મળવાના હોય, તો આવો બંધિયાર વિકાસ તેમને મંજૂર નથી. ગ્રામજનોનો આરોપ છે કે આ રોડ સદીઓ જૂના ગામડાઓના સામાજિક તાણાવાણા અને રોજીરોટી પર બુલડોઝર ફેરવી રહ્યો છે. ગામ વચ્ચે ઊંચી દીવાલો આવવાથી ખેડૂતો પોતાના જ ખેતરે જઈ શકશે નહીં, દૂધ ઉત્પાદકો મંડળીએ, મજૂરો ફેક્ટરીએ અને બાળકો શાળા-કોલેજ પહોંચી શકશે નહીં. આ વ્યવસ્થા ગામડાઓ વચ્ચે ’ભારત-પાકિસ્તાન’ જેવી કૃત્રિમ સરહદો ઉભી કરીને સ્થાનિકોને પોતાના જ વતનમાં કેદી બનાવવાનું કારસો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. સરપંચો, ગ્રામ પંચાયતો અને ખેડૂત આગેવાનો સાથે ટેબલ-ટોક સંકલન કરીને જ આગળ વધવું. જો જબરદસ્તીથી આ પ્રોજેક્ટ થોપવામાં આવશે, તો સમગ્ર પંથકના નાગરિકો રસ્તા પર ઉતરીને કલેક્ટર કચેરીનો ઘેરાવ, નેશનલ હાઈવે પર ચક્કાજામ અને કામગીરીનો બહિષ્કાર કરશે.
