ફેમીલી પ્લાનીંગ એસો. દ્વારા નિ:શુલ્ક સ્ત્રી રોગ નિષ્ણાંતની સેવા

ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડીયા રાજકોટ બ્રાંચની યાદી મુબજ સ્ત્રી રોગ નિષ્ણાંત ડો નીરજભાઈ જાદવ, મંગળવાર અને શુક્રવાર સાંજે 4 થી 6 નિશુલ્ક સેવા આપે છે બેનોને નિશુલ્ક નિદાન અને વિનામૂલ્યે દવાના કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે, શક્ય તેટલી દવાઓ બેનોને વિનામૂલ્યે આપવામાં આવતી હોય છે, દર્દીઓને નિશુલ્ક નિદાન અને વિનામૂલ્યે દવા સાથે કેમ્પનો લાભ લેવા માટે ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડીયા રાજકોટ બ્રાંચ, 1- રામનગર (બંધ શેરી) ઇન્ડિયન ઓવરસીજ બેન્કની પાછળ, ગોંડલ રોડ રાજકોટ ખાતે લાભ લેવા જણાવાયું છે વધુ વિગત માટે મો : 96878 28882 ઉપર 10 થી 6 માં સોમ થી શુક્ર સમ્પર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. શનિ રવિ આરોગ્ય કેન્દ્ર બંધ રહે છે. કેન્દ્રના કર્મચારીઓ સોનલબેન દેવાચાર્ય તથા શિલ્પાબેન નિમાવત આરોગ્ય સુવિધા દર્દીઓને સમયસર પ્રાપ્ત થાય તે માટે કાર્યરત રહે છે. સંસ્થાના ચેરપર્સન પ્રો. ડો. પ્રદીપભાઈ જોબનપુત્રાના માર્ગદર્શન હેઠળ સંસ્થાની પ્રવૃત્તિ થઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ