બીસીજીના કો.ચેરમેન દિલીપ પટેલ દ્વારા નવરાત્રીનું આયોજન


વકિલ પરિવાર માટે ભવ્ય આયોજન : નિ:શુલ્ક પાસ વિતરણ

રાજકોટના ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો. ચેરમેન દિલીપભાઈ પટેલ દ્વારા રાજકોટના વકીલ પરિવારો માટે ત્રણ દિવસના વેલકમ નવરાત્રી આયોજન કરવામાં આવ્યું છે. જેના પાસનું આજથી નિ:શુલ્ક વિતરણ શરૂૂ કરવામાં આવ્યું છે. રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો. ચેરમેન દિલીપભાઈ પટેલ દ્વારા વકીલ પરિવારો માટે ત્રણ દિવસના વેલકમ નવરાત્રી આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.2,3 અને 4 ઓક્ટોબર સુધી કાલાવડ રોડ, જિનિયસ સ્કૂલ પાસે આવેલા રામેશ્ર્વર પાર્ટી પ્લોટમાં વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજથી દરેક ધારાશાસ્ત્રીઓએ લાઇબ્રેરીમાંથી તુશારભાઈ પાસેથી વિનામૂલ્યે પાસ મેળવી લેવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો. ચેરમેન દિલીપભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ