ગાંધી જયંતિએ ગાંધી મ્યુઝિયમમાં બાળકોને મફતમાં પ્રવેશ મળશે

બાળકોને ગાંધી બાપુના જીવન ચરિત્ર દર્શાવાશે

આગામી 2 જી ઓક્ટોબર “ગાંધી જયંતી” ના પાવન પર્વ નિમિત્તે રાજકોટસ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ દ્વારા બાળકો માટે એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. આ દિવસે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને મ્યુઝિયમમાં સંપૂર્ણપણે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં પૂજ્ય બાપુના જીવનના ઉચ્ચ આદર્શો અને તેમના જીવનચરિત્રને આધુનિક ઓડિયો, વિઝ્યુઅલ તેમજ વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન મારફત ખૂબ જ રોચક રીતે દર્શાવવામાં આવ્યા છે. મ્યુઝિયમ ઉપરાંત મુલાકાતીઓ માટે અહીં અનેક સુવિધાઓ અને આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે; જેમાં ક્લોકરૂૂમ, મુલાકાત માટે ગાઈડની સુવિધા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, મનોરમ્ય ગાર્ડન, લાઈબ્રેરી, વી.આઈ.પી. લોંજ, કોન્ફરન્સ રૂૂમ, સોવિનીયર શોપ અને રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દરરોજ રાત્રે 7:00 વાગ્યે ગાંધીજીના જીવન-આદર્શો પર આધારિત ભવ્ય ’લાઈટ એન્ડ સાઉન્ડ શો’ પણ પ્રદર્શિત કરવામાં આવે છે. મ્યુઝિયમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજદિન સુધીમાં 2,862 વિદેશી પ્રવાસીઓ અને 1,12,638 બાળકો સહિત કુલ 3,93,622 થી વધુ મુલાકાતીઓ અહીં આવીને અભિભૂત થઈ ચૂક્યા છે.

રિલેટેડ ન્યૂઝ