રાજ્ય યોગ બોર્ડ, ફિઝિયો ફીટ તેમજ સિનર્જી હોસ્પિટલ રાજકોટ દ્વારા વિશ્ર્વ હૃદય દિવસની ઉજવણી


રેસકોર્સના કાર્યક્રમમાં 500થી વધુ લોકો જોડાયા

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે તા. 29 સપ્ટેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ ખાતે સિનર્જી હોસ્પિટલ રાજકોટ, રાજ્ય યોગ બોર્ડ અને ફિઝિયોફિટ ના સંયુક્ત ઉપક્રમે ભવ્ય અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ઉપરાંત સિનર્જી હોસ્પિટલ રાજકોટ અને ગુજરાત યોગ દ્વવારા જામનગર, પોરબંદર અને વેરાવળ ખાતે વર્લ ની ઉજવણી કરવામાં આવેલ અને ટોટલ 1500થી વધુ લોકો આ ઉત્સવ માં ઉત્સાહ સભર જોડાયેલ
ઉજ્ઞક્ષ’િં ખશતત ફ ઇયફનિાં સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો અને સ્વસ્થ હૃદય માટે નિયમિત કસરત, યોગ, યોગ્ય આહાર તથા વ્યસનમુક્ત જીવનનો સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણો:

  1. સ્વસ્થ હૃદયના શપથ: કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ નાગરિકોએ સિનર્જી હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટની ઉપસ્થિતિમાં નિયમિત કસરત, વ્યસન મુક્ત જીવન અને સંતુલિત આહાર દ્વારા હૃદયને સ્વસ્થ રાખવાના શપથ લીધા હતા.
  2. યોગ અને પ્રાણાયામ:ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અનુભવી યોગ કોચ દ્વારા હૃદય માટે લાભદાયી યોગાસનોઅનેઅનુલોમ-વિલોમ સહિતના પ્રાણાયામનું નિદર્શન અને અભ્યાસ કરાવવામાં આવ્યોહતો.
  3. ઝુમ્બા અને ફિટનેસ સેશન: ફિઝિયોફિટની ટીમ દ્વારા હૃદયને મજબૂત બનાવવા માટે એનર્જેટિક ઝુમ્બા ડાન્સ અને કાર્ડિયો ફિટનેસ સેશન યોજાયું હતું, જેમાં યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
    આ પ્રસંગે સિનર્જી હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રાજકોટવાસીઓના ધબકતા હૃદયને સ્વસ્થ રાખવું એ જ અમારું લક્ષ્ય છે. યોગ, ઝુમ્બા જેવી પ્રવૃત્તિઓ હૃદયને સ્વસ્થ રાખવાનો સૌથી સરળ ઉપાય છે.”
    ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ફિઝિયોફિટના પ્રતિનિધિઓએ પણ લોકોને દૈનિક જીવનમાં યોગ અને કસરતને અપનાવવા અનુરોધ કર્યો હતો.
    સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ રાજકોટ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, મીડિયા મિત્રો અને ભાગ લેનાર તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ