રાતૈયા ગામમાં છેલ્લા ઘણા સમયથી કેમિકલયુક્ત પાણીથી ગ્રામજનો અને ખેડુતો પરેશાન થઇ રહ્યા છે. દુષિત પાણી જમીનમાં ઉતરતા બોર અને નદીનું પાણી પણ પીવા લાયક રહ્યું નથી. દૂષિત પાણી પીવાના કારણે ગ્રામજનો માંદગીના ખાટલે પહોંચ્યા છે. આ અંગે સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને અનેકવખત રજુઆત કરી છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યાહી નહીં કરાતા ગ્રામજનોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ગ્રામજનોએ ઉપવાસ આંદોલન શરૂ કરી તંત્રને અઠવાડીયાનું અલ્ટીમેટમ આપ્યું છે. જો દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધીનગરમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપવાસ આંદોલનમાં ગામના ભાઇઓ-બહેનો વૃધ્ધો સ્વેચ્છાએ જોડાયા છે. (તસવીર: પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
વીઆર બ્રધર્સ દુકાનમાં માલિકે કર્મચારી મહિલા ગ્રાફિક્સ ડિઝાઇનરની કરી છેડતી
તારો પતિ ઘરે ન હોય ત્યારે કહેજે હું પૈસા લઇને આવીશ તેવી લાલચ આપ્યાની ફરિયાદ રાજકોટની... -
રાજકોટમાં વૃદ્ધ મહિલા ડોકટરને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ગઠિયાએ 58.50 લાખ પડાવ્યા
ચાર દિવસથી ‘ડિજિટલ અરેસ્ટ’ વૃદ્ધાને સાયબર ટીમે આઝાદ કરી વધુ 21.50 લાખ લૂંટાતા બચાવ્યા રાજકોટ શહેરમાં... -
રાજકોટમાં નજીવા પ્રશ્ર્ને યુવક ઉપર પાઈપ વડે હુમલો
બીડી સળગાવવા લાઈટર માંગવા મુદ્દે હાથ ભાંગી નાખ્યો હોવાની ફરિયાદ રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ ટ્રેક્ટર...
