વીઆર બ્રધર્સ દુકાનમાં માલિકે કર્મચારી મહિલા ગ્રાફિક્સ ડિઝાઇનરની કરી છેડતી

તારો પતિ ઘરે ન હોય ત્યારે કહેજે હું પૈસા લઇને આવીશ તેવી લાલચ આપ્યાની ફરિયાદ

રાજકોટની વી-આર બ્રધર્સ દુકાનમાં ગ્રાફીક્સ ડીઝાઈનર મહિલાની છેડતીનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વી-આર બ્રધર્સનો માલીક બેફામ બન્યો હોય તેમ કિચનમાં જઈ મહિલાને શરીરે હાથ ફેરવી બાથ ભરી લીધી હતી. જે મામકે અશોક સાવલીયા નામના શખ્સ સામે સામે ગુનો નોંધાયો હતો.
મળતી વિગતો મુજબ, શહેરમાં રહેતી એક 36 વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અશોક સાવલીયા નામના શખ્સનું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે બીએનએસ કલમ 75(1) હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે,
તેણી તેના પતિ સાથે રહે છે. તેણી રાજકોટમાં જ ગ્રાફીક્સ ડીઝાઈનર તરીકે છેલ્લા છએક મહીનાથી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. છએક મહીના પહેલા તેણીને ન્યુઝપેપર દ્વારા જાણવા મળેલ કે, રાજપૂતપરામાં આવેલ વિઆર બ્રધર્સ નામની દુકાનમાં ગ્રાફીક્સ ડીઝાઈનર તરીકે મહિલાની જરૂર છે, જેથી તેણી ત્યા ગયેલ અને ત્યા કામ મળતા ગ્રાફીક્સ ડીઝાઈનીંગનુ કામ કરે છે, તેણી સાથે ત્યા અન્ય આઠ મહીલા કામ કરે છે અને અશોક સાવલિયા અને મયુરભાઈ પટેલ બંન્ને દુકાનમા પાર્ટનર છે અને વિઆર બ્રધર્સનુ બહારનું ઓફીસ વર્કનું અજયભાઈ કામ કરે છે અને અશોક સાવલીયા ત્યા દુકાને દેખરેખ રાખે છે.
ત્રણેક મહીના પહેલા તેણી ત્યાં ગ્રાફીક્સ ડીઝાઈનીંગનુ કામ કરતી હતી ત્યારે આ અશોક તેણી પાસે આવી અને મસ્તી કરતા કરતા હસી મજાકમા કહેતા મારી દીકરી શું કરે છે, તેમ કહી ગાલ ખેચતા, જેથી તેમણે બે ત્રણ વાર તેવું તેણીને કરતા તેમને કહેલ કે, મને આવુ પસંદ નથી એટલે તે મને કહેતા કે, તુ તો મારી દીકરી જેવી છે. તેવામા તેમણે તેણીના બંન્ને હાથ પકડી લીધેલ અને તેમના તરફ ખેંચેલ જેથી તરત જ તેણીના હાથ ખેંચી લીધેલ અને કહેલ કે, તમારી ઉમરના લીધે મર્યાદા રાખુ છું. સાતેક દિવસ પહેલા તેણી કિચન એરીયામા કામ કરતી હતી ત્યારે આ અશોક ફરી ઘસી આવેલ અને થાપાના ભાગે સ્પર્શ કરેલ તથા બીજા દિવસે ફરીથી ઘસી આવેલ અને કહેલ કે, તારો પતિ ઘરે ના હોય ત્યારે કહેજે હું પૈસા લઈને આવીશ બાદ પછીના દિવસે તેણી કામ કરતી હતી. ત્યારે આ અશોક અચાનક આવી તેણીને બાથ ભરી લીધેલ અને અંગત પાર્ટે સ્પર્શ કરેલ એટલે તેણી ગભરાઈ ગઈ અને રાડો પાડતા સાથે કામ કરતી મહિલાઓ દોડી આવેલ અને આ બનાવ બાબતની જાણ મયુરભાઈ પટેલને કરવી હોય પરંતુ તે બહારગામ હોય જેથી વાત કરી શકેલ નહીં. આ બનાવ બાબતે તેણી મુંઝવણમાં રહેતી હોય જેથી પતિએ તેણીએ પુછતા સમગ્ર બનાવની વાત કરી ફરીયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ